દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજારથી વધુ કેસ નોંધાયા- સક્રિય કેસો હવે લાખને પાર
- કોરોનાના કેસમાં વધારો
- 24 કાલાકમાં 15 હજારથી વધુ કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ફરી એક વખત જોવા મળી રહ્યો છે જો કે કોરોના સામે વેક્સિને મહત્વનો ભાગ ભજવ્યો છે, છત્તાં પણ હજી કોરોના ગયો નથી ,કોરોનાના દૈનિક કેસો હાલ પણ 12 હદારને પાર નોંધાઈ રહ્યા છે ત્યારે હવે સક્રિય કેસ ફરી એક વખક1 લાખને પાર પહોંચી ચૂક્યા છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 16 હજાર 159 નવા કેસ નોંધાયા છે આ સાથએ જ કોરોનાના 28 દર્દીઓના મોત પણ થયા છે.જો કોરોનાના દૈનિક પોઝિટિવિટી રેટ જોઈએ તો હાલ તે 3.56 ટકા જોવા મળે છે.
જો કોરોનામાંથી સાજા થયેલા લોકોની વાત કરવામાં આવે તો 15 હજાર 394 સંક્રમિતો એ કોરોનાને માત આપી છે અને સાજા થયા હતા. આ સાથએ જ હવે સક્રિય કેસો પણ વધી ગયા છે.હાલ ક્ટિવ કેસ 1 લાખ 15 હજારથી પણ વધુ જોી શકાય છે.
સક્રિય કેસો કુલ 1 લાખ 15 હજાર 212 થઈ ચૂક્યા છે. દેશમાં રસીકરણનો આંક 198,20,86,810 થયો છે, જેમાંથી ગઈકાલે 9,95,810 ડોઝ આપવામાં આવ્યા હતા.કોરોના સામેની જંગમાં રસીકરણનો મહચત્વનો ફાળો રહ્યો છે.