IIT ખડગપુરઃ ઈ-રિક્ષા માટે સ્વદેશી અને પ્રમાણિત BLDC મોટર અને સ્માર્ટ કંટ્રોલર વિકસાવાયું
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા સ્ટાર્ટએપને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે જેથી અનેક નવા સ્ટાર્ટઅપ શરૂ થયાં છે. બીજી તરફ પ્રદુષણને ધ્યાનમાં રાખીને ઈલેક્ટ્રોનીક વાહનોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન IIT ખડગપુર દ્વારા ઈ-રિક્ષા માટે સ્વદેશી, કાર્યક્ષમ, સસ્તું અને પ્રમાણિત BLDC મોટર અને સ્માર્ટ કંટ્રોલર વિકસાવવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીને ઈલેક્ટ્રિક વ્હીકલ સબ-સિસ્ટમના સ્વદેશી વિકાસ માટે મંત્રાલયના કાર્યક્રમ હેઠળ વિકસાવવામાં આવી છે
ઇલેક્ટ્રીક વાહનો જેમ કે મોટર/કંટ્રોલર/કન્વર્ટર/બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ/ચાર્જર માટેના 90 ટકાથી થી વધુ ઘટકો અને તેની ટેક્નોલોજી આપણા દેશમાં આયાત કરવામાં આવી રહી છે જે આપણા પર્યાવરણ, રસ્તા અને ટ્રાફિક પ્રમાણે યોગ્ય નથી., આ પડકારને પહોંચી વળવા અને સ્થાનિક ઉત્પાદનને વધારવા માટે, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MeitY) એ ઈલેક્ટ્રિક વાહન સબ-સિસ્ટમના સ્વદેશી વિકાસ માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે. શરૂઆતમાં, 2W/3W માટે ટેક્નોલોજીનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે કારણ કે તે આપણા રસ્તાઓ પરના 80% થી વધુ વાહનોમાં ફાળો આપે છે.
આ કાર્યક્રમ હેઠળ IIT ખડગપુર દ્વારા ઈ-રિક્ષા માટે સ્વદેશી, કાર્યક્ષમ, સસ્તું અને પ્રમાણિત BLDC મોટર અને સ્માર્ટ કંટ્રોલર વિકસાવવામાં આવ્યા છે. આ ટેકનોલોજી ટ્રાન્સફર ડિજિટલ ઈન્ડિયા વીકના ભાગ રૂપે થયું છે જેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 4મી જુલાઈ, 2022ના રોજ ગાંધીનગર, ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું.