મહારાષ્ટ્રઃ મુંબઈમાં વરસાદ,અનેક જગ્યાએ પાણી ભરાયા
- ભારે વરસાદમાં મહારાષ્ટ્ર બેહાલ
- રસ્તાઓ બની ગયા છે તળાવ
- નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ:ભારે વરસાદ બાદ મહારાષ્ટ્રની હાલત ખરાબ થઈ ગઈ છે.રાજધાની મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ભારતીય હવામાન વિભાગએ આજે મુંબઈ અને ઉપનગરોમાં મધ્યમથી ભારે અને કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાંથી લગભગ 4500 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.1 જૂનથી રાજ્યભરમાં વરસાદને કારણે 65 લોકોના મોત થયા છે. તે જ સમયે, 57 ઘાયલ થયા છે.
મુંબઈમાં અવિરત વરસાદને કારણે, હિંદમાતા, દાદર, સાયન અને અંધેરીના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રાહદારીઓ અને વાહનોની અવરજવરમાં અસુવિધા થઈ હતી.મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રેલ્વે ટ્રેક સહિત અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ટ્રેન સેવામાં વિલંબ થયો હતો.આ સાથે માર્ગો પર વાહનોની અવરજવરને પણ અસર થઈ હતી.IMDએ આગામી ચાર દિવસમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદે મંગળવારે રાજ્યના વહીવટી અધિકારીઓને સાવચેતી રાખવા અને જાન-માલનું નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.મુખ્યમંત્રી શિંદેએ કહ્યું હતું કે,પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સાડા ચાર હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.