આ ત્રણ વસ્તુને ભૂલથી પણ ગૂગલ પર ન કરતા સર્ચ,કરશો તો જેલ જવાનો વારો આવી શકે છે
આજના સમયમાં કોઈને કોઈ માહિતીની જરૂર હોય ત્યારે તેના પાસે પહેલો વિકલ્પ હોય છે ગૂગલ, લોકો ભણવાથી લઈને ફરવા જવાની અને દરેક પ્રકારની માહિતી ગૂગલ પરથી લેતા હોય છે આવામાં લોકોએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કેટલીક પ્રકારની વેબસાઈટને ગૂગલ પર સર્ચ કરવી જોઈએ નહીં કારણ કે તેનાથી જેલમાં જવાનો વારો પણ આવી શકે છે.
જાણકારી અનુસાર જો કોઈ પણ વ્યક્તિ ગુગલ પર સર્ચ કરતા પકડાય કે બોમ્બ કેવી રીતે બનાવવો, તો તે કરવું ગુનો છે. આમ કરવાથી તમે સુરક્ષા એજન્સીઓના રડાર પર આવી શકો છો અને કાયદાકીય કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે.
આ ઉપરાંત ભારત સરકારે ગર્ભપાતને લઈને કડક કાયદો બનાવ્યો છે, આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ ગુગલ સર્ચમાં ગર્ભપાત સંબંધિત માહિતી શોધતા પકડાય છે તો તે સીધો જેલ જઈ શકે છે. ગર્ભપાત માત્ર ડૉક્ટરની મંજૂરી પછી શક્ય છે. એકંદરે, આના જેવું કંઈપણ શોધવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુગલ પર કેટલીક માહિતી એવી હોય છે કે જે સરકારના નિયમોની વિરુદ્ધમાં હોય છે અને કેટલીક માહિતી દેશ વિરોધી પણ હોય છે, તો દરેક વ્યક્તિએ જાણકારીને સર્ચ કરતા પહેલા તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે કોઈ ખોટી માહિતીતો સર્ચ નથી કરી રહ્યા ને.