દેશમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો – છેલ્લા 24 કલાકમાં 18 હજારથી વધુ કેસ નોંધાયા, સક્રિય કેસ 1 લાખ 17 હજારથી પણ વધુ
- 24 કલાકમાં 18 હજારથી વધુ કેસ નોંધાયા
- સક્રિય કેસો દિવસેને દિવસે વધતા જોવા મળી રહ્યા છે
- હાલ 1 લાખ 25 હજારથી વધુ એક્ટિવ કેસની સંખ્યા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ચોથી લહેરની શંકાઓ સેવાઈ રહી છે,દેશમાં નોંધાતા દૈનિક કેસો હવે વધતા જ જઈ રહ્યા છે,રોજેરોજ 12 હજાર કે તેથી વધુ અથવા 15 હજારથી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે આવી સ્થિતિમાં સક્રિય કેસોનો આંકડો 1 લાખ 25 હજારને પાર પહોંચી ગયો છે.
જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસની સંખ્યા 18 હજારને વટાવી ગઈ છે. વિતેલા દિવસને બુધવારે 18 હજાર 531 કેસ નોંધાયા છે.જ્યારે હવે સક્રિય કેસોની સંખ્યા 1 લાખને વટાવી ગયા છે. દેશમાં હવે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1 લાખ 17 હજાર 70દને પાર થઈ ચૂકી છે.
આ 24 કલાક દરમિયાન કોરોનાના કારણે 35 લોકોના મોત થયા હતા. તે જ સમયે, કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ 5 લાખ 25 હજાર 305 ને વટાવી ગઈ છે.
દેશભરમાં કેરળમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. એક દિવસમાં 1 હજાર 510 નવા કેસ નોંધાયા છે. બુધવારે કેરળમાં 4 હજાર 113 કેસ નોંધાયા છે. મંગળવારની સરખામણીમાં સંક્રમિત લોકોની સંખ્યામાં 58 ટકાનો ઉછાળો આવ્યો છે.ઉલ્લેખનીય છે કે દેશમાં 5 રાજ્યો એવા છે જ્યાંથી સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.