વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ પર અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આપણી શિક્ષણ પ્રણાલી અને આપણી યુવા પેઢીનો ‘અમૃતકાળ’ના સંકલ્પોને સાકાર સ્વરૂપ આપવામાં ખૂબ જ મોટો હિસ્સો છે. તેમણે મહાનામા મદન મોહન માલવિયાને વંદન કરતી વખતે આ સમાગમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એલ.ટી. કોલેજમાં અક્ષયપાત્ર મધ્યાહન ભોજન રસોડાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમણે જે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો તેમની ઉચ્ચ કક્ષાની પ્રતિભા એ તેમની પ્રતિભાનો ઉપયોગ કરવા માટે જરૂરી પ્રયાસોનો સંકેત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું મૂળભૂત વચન શિક્ષણને સંકુચિત વિચારધારામાંથી બહાર કાઢવાનું અને તેને 21મી સદીના આધુનિક વિચારો સાથે જોડવાનું છે.” દેશમાં બૌદ્ધિક લોકો અને કૌશલ્યની ક્યારેય અછત થઇ જ નથી, જોકે, બ્રિટિશરો દ્વારા બનાવવામાં આવેલી શિક્ષણ પ્રણાલી ક્યારેય ભારતીય સિદ્ધાંતોનો હિસ્સો નથી રહી.
તેમણે શિક્ષણના ભારતીય સિદ્ધાંતોની બહુપરીમાણીયતાને રેખાંકિત કર્યા હતા અને આધુનિક ભારતીય શિક્ષણ પ્રણાલીને અંકિત કરવા માટે તે પાસું હોવું જોઇએ તેમ કહ્યું હતું., “આપણે માત્ર ડિગ્રી મેળવનારા યુવાનોને તૈયાર ના કરવા જોઇએ નહીં પરંતુ દેશને આગળ વધવા માટે જે પણ માનવ સંસાધનોની જરૂર છે તે અનુસાર દેશને આપણી શિક્ષણ પ્રણાલી આપવી જોઇએ. અમારા શિક્ષકો અને શૈક્ષણિક સંસ્થાઓએ આ સંકલ્પનું નેતૃત્વ સંભાળવાનું છે.”
નવા ભારતનું સર્જન કરવા માટે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગ્રહપૂર્વક કહ્યું હતું કે, નવી પ્રણાલી અને આધુનિક પ્રક્રિયાઓ ઘણી મહત્વપૂર્ણ છે. અગાઉના સમયમાં જેની કલ્પના પણ નહોતી કરવામાં આવતી તે હવે વાસ્તવિક થઇ રહ્યું છે. “કોરોના જેવી મહામારીમાંથી આપણે ખૂબ જ ઝડપથી બેઠા થયા છીએ એવું નથી પરંતુ આજે ભારત સમગ્ર દુનિયામાં સૌથી ઝડપથી વૃદ્ધિ પામી રહેલા અર્થતંત્રમાંથી એક છે. આજે, આપણે આખી દુનિયામાં ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છીએ.”