શું તમે પણ ઘરમાં મોટી એલચી રાખો છો? તો આ રીતે તે થશે તમને મદદરૂપ
આપણા દેશમાં મોટાભાગના લોકોમાં તે સમસ્યા જોવા મળતી હોય છે કે તેમને જમ્યા પછી ચૂરણ ખાવુ પડે છે, તો કેટલાકને ચાલવા જવુ પડે છે, કેટલાકને સોડા પીવી પડે છે આવામાં લોકો ક્યારેક પરેશાન પણ થઈ જાય છે. આવામાં ક્યારેક સોડા, ચૂરણ કે ચાલવાની સ્થિતિ ન હોય તો ઘરમાં રહેલી એલચીનો પણ ઉપયોગ કરી શકાય છે અને તેનાથી અનેક સમસ્યાને દુર કરી શકાય છે.
જાણકારી અનુસાર એન્ટિ-અલસર શરીરમાં અલ્સરને અટકાવે છે, તેમાં હાજર એન્ટિ-માઇક્રોબિયલ ગુણો શરીરને વિવિધ પ્રકારના બેક્ટેરિયલ ચેપથી બચાવવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. મોટી એલચીમાં ઘણા પ્રકારના વિટામિન અને આવા અન્ય સંયોજનો મળી આવે છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મોટી એલચીનું નિયમિત સેવન કરવાથી ઈન્ફેક્શન વગેરેનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે. મોટી એલચી એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી અલ્સર, એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-માઈક્રોબાયલ ગુણોથી ભરપૂર હોય છે.
હાજર એન્ટિ-માઇક્રોબિયલ ગુણો શરીરને વિવિધ પ્રકારના બેક્ટેરિયલ ચેપથી બચાવવા માટે અસરકારક સાબિત થઈ શકે છે. આ સિવાય તેના બળતરા વિરોધી ગુણો શરીરમાં કોઈપણ પ્રકારની બળતરાથી રાહત આપવાનું કામ કરે છે.
મોટી એલચીનું નિયમિત સેવન કરવાથી ખોરાક સરળતાથી પચી જાય છે અને સાથે જ ખાટા ઓડકાર, પેટમાં બળતરા, ઉલટી અને કબજિયાત જેવા લક્ષણો પણ ઘણી હદ સુધી મટે છે, ઉલ્લેખનીય છે કે મોટી એલચીનું સેવન કેટલી માત્રામાં થવું જોઈએ તે માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.