રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,વિજયી રથ પર સવાર ભારતીય કેપ્ટને કોરોના બાદ અંગ્રેજોને હરાવ્યા
- રોહિત શર્માએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
- ટી20માં 1000 રન પૂરા કરનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો
- ભારતીય કેપ્ટને કોરોના બાદ અંગ્રેજોને હરાવ્યા
મુંબઈ:કોરોનાને હરાવીને મેદાનમાં પરત ફરેલા રોહિત શર્માએ પ્રથમ T20 મેચમાં ઈંગ્લેન્ડને 50 રને હરાવ્યું હતું. રોહિત કોરોનાની પકડને કારણે યજમાન ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો અને ત્યારબાદ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તે પ્રથમ ટી20 મેચમાંથી મેદાનમાં પાછો ફર્યો હતો.એજબેસ્ટન ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો.રોહિતની કેપ્ટનશીપ હેઠળની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને એકતરફી સ્ટાઈલમાં જીત મેળવી.આ સાથે રોહિતે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે.રોહિત શર્મા મેન્સ ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સતત 13 મેચ જીતનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે.
આ પહેલા આ રેકોર્ડ અફઘાનિસ્તાનના અસગર અફઘાન અને રોમાનિયાના રમેશ સતિસનના નામે હતો, જેમણે સતત 12 T20 મેચ જીતી હતી.એટલું જ નહીં ભારતીય ટીમના નિયમિત કેપ્ટન તરીકે તમામ ફોર્મેટમાં આ તેની સતત 15મી જીત છે.ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં રોહિત શર્માએ 14 મેચમાં 24 રન બનાવ્યા હતા.તેણે પોતાની ઇનિંગમાં 5 જબરદસ્ત ચોગ્ગા ફટકાર્યા હતા.કેપ્ટન તરીકે વિદેશની ધરતી પર રોહિતની આ પ્રથમ સિરીઝ છે.ગત વર્ષે ટી20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડી દીધી હતી.આ પછી ભારતીય ક્રિકેટ બોર્ડે રોહિતને ત્રણેય ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો.
રોહિત શર્મા એમએસ ધોની અને વિરાટ કોહલી પછી ઈન્ટરનેશનલ ટી20માં 1000 રન પૂરા કરનાર ત્રીજો ભારતીય કેપ્ટન બની ગયો છે.રોહિત હજાર T20 રન પૂરા કરનાર વિશ્વનો 10મો કેપ્ટન પણ બની ગયો છે.આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો એરોન ફિન્ચ 65 મેચમાં 1971 રન સાથે ટોચ પર છે.ભારતીય ઓપનરે નિયમિત કેપ્ટન તરીકે માત્ર 5 સિરીઝ રમી છે, જેમાં તેણે ક્લીન સ્વીપ કર્યું છે. રોહિતની કપ્તાની હેઠળ, ભારતે ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા સામે ટી20 સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું છે,જ્યારે વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ અને ટેસ્ટમાં શ્રીલંકા સામે જીત મેળવી છે.