ભારે વરસાદને લઈને રાજકોટ એસટી વિભાગનો મહત્વોનો નિર્ણય -સૌરાષ્ટ્રના તમામ રુટો કર્યા બંધ
- સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને રાજકોટ એસટીનો નિર્ણય
- સૌરાષ્ટ જતી બસોના તમામ રુટ કર્યા બંધ
અમદાવાદઃ- છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે, ગામડાઓમાં નદીની સપાટી વધતા પુલ પરથી પાણી પસાર થઈ રહ્યા છે તો ક્યાંક તો પુલોનું પણ ઘોવાણ થયું છે આવી સ્થિતિમાં જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીરસોનૃમમાથ દિવમાં ભારે વરસાદ જામ્યો છે જેને લઈને રાજકોટ એસટી વિભાગે અહીના રુટો બંધ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, આ સ્થિતિને જોતા અને સૌરાષ્ટ્રના વરસાદને જોતા રાજકોટ એસટી વિભાગે મોટો નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર જોવા મળે છે.એનડીઆરએફ ની ટીમોને એલર્ટ રહેવા જણાવાયું છે.
ભારે વરસાદની સ્થિતિને જોતા રાજકોટ એસટી વિભાગે અનેક બસના રૂટો બંધ કરવાના આદેશ આપ્યા છે જેથી કરીને મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે ,કારણ કે સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં નદીના પુલ પરથી જોરદાર પાણીનો પ્રવાહ વહી રહ્યો છે.
જાણકારી પ્રમાણે રંગીલા રાજકોટથી વેરાવળ, ઉના, દીવ અને કોડિનાર જતી એસટી બસોના રૂટ બંધ કરવામાં આવ્યા છે. એસટી વિભાગ દ્વારા અનેક જિલ્લા અને તાલુકાના રૂટ બંધ કરવાનો નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે દરિયા કિનારે આવેલા આ વિસ્તારમાં મેધમહેર જોવા મળી રહ્યો છે,અનેક જગ્યાઓ એ પાણી ભરાયા છે ,કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે ત્યારે રાજકોટ એસટી વિભાગ દ્રારા અહીના રુટો બમંધ કરવામાં આવ્યા છે.