લો બોલો, ભોપાલની હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરનારા વિદ્યાર્થીઓ સામે શૈક્ષણિક સંસ્થાએ કરી કાર્યવાહી
મુંબઈઃ ભોપાલમાં આવેલા એક ઈન્સ્ટિટ્યુટ ખાતે બીટેકના 20 જેટલા વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં હનુમાન ચાલીસા કરી હતી. જેની સામે શૈક્ષણિક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ 7 વિદ્યાર્થીઓને રૂ. પાંચ-પાંચ હજારનો દંડ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલો સીએમ શિવરાજસિંહ સરકાર સમક્ષ પહોંચતા તેની ગંભીર નોંધ લીધી હતી. તેમજ શૈક્ષણિક સંસ્થાને દંડ ન લેવા માટે નિર્દેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્ટેલમાં 20 વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસા કરતા કેટિલાક વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી. સાત વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવતા રાજ્યની શિવરાજ સરકાર એક્ટિવ થઈ ગઈ છે અને કલેક્ટરને તપાસ માટે આદેશ આપ્યા છે. દરમિયાન ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ દંડ ન વસૂલવા માટે આદેશ આપવામાં આવ્યો હોવાની સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, હનુમાન ચાલીસા હિંદુસ્તાનમાં નહીં વાંચવામાં આવે તો ક્યાં વાંચવામાં આવશે.
નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, ‘કોઈ દંડ નહીં થાય. અમે તેમને મેસેજ આપી દીધો છે કે, હનુમાન ચાલીસા વાંચવા બદલ કોઈ દંડ ન કરે. બાળકોને સમજાવી શકાય. હનુમાન ચાલીસા હિંદુસ્તાનમાં નહીં વાંચવામાં આવે તો ક્યાં વાંચશે. આ વિષય જે રીતે પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે તે પ્રમાણેનો નથી. તેમણે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું, અવાજના કારણે સિક્યોરિટી ગાર્ડ, અન્ય બાળકો તથા તેમના વાલીઓના ફોન આવ્યા હતા. કલેક્ટરને ઉંડાણપૂર્વકની તપાસ કરવા આદેશ આપ્યો છે.’