બોટાદના ગઢડા તાલુકાના ખેડુતો બાગાયતી ખેતી તરફ વળ્યા, ઉગામેડી ગામે ખારેક અને ડ્રેગનનું વાવેતર
બોટાદઃ જિલ્લાના ગઢડા તાલુકાના ખેડુતો હવે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ખેડુતો પ્રાકૃતિક ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યા છે. આ વિસ્તારમાં પરંપરાગત મગફળી અને કપાસનું વાવેતર મોટા પ્રમાણમાં કરાતું હતું પણ હવે ખેડુતો ખારેક અને ડ્રેગનની ખેતી કરવા લાગ્યા છે. તાલુકાના ઉમાગેડી ગામના ખેડૂતો પરંપરાગત ખેતીમાં બદલાવ કરીને બાગાયતી ખેતી કરી રહ્યા છે. આ ખેડૂતો ખારેકની ખેતી કરીને લાખોની કમાણી કરે છે. ખારેક અને ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને ઓછી મહેનતે વધારે કમાણી કરી રહ્યા છે. પહેલાં ખેતીમાં વધુ ખર્ચ અને મહેનત થતી હતી, અને આવક ઓછી થતી હતી. જ્યારે હવે ઓછા સમયમાં ઓછી મહેનતે વધારે આવક થાય તેવી ખેતી તરફ ખેડુતો વળ્યા છે, સરકાર બાગાયતી ખેતીમાં સબસીડી આપતી હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ખારેકના પ્લાન્ટની ખરીદીમાં 1250 રૂપિયા પ્લાન્ટ દીઠ સહાય મળી રહી છે. માટે ખેડૂતોને હવે બાગાયતી ખેતી વધુ અનુકુળ આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બોટાદના ઉગામેડી ગામના ખેડૂતો પરંપરાગત ખેતીમાં બદલાવ કરી બાગાયત ખેતી તરફ વળ્યા છે, બાગાયત ખેતીમાં ખારેકની ખેતી કરી લાખોની કમાણી મેળવી રહ્યા છે. સરકાર દ્વારા પણ પ્લાન્ટ ખરીદીમાં સબસીડી આપવામાં આવે છે, જેથી ખેડૂતો સરકાર તરફથી મળતી સહાયનો પુરો ઉપયોગ કરી રહ્યા છે. ગઢડા તાલુકામાં ખેડૂતો પહેલા કપાસ, મગફળી અને અન્ય પાકોની ખેતી કરતા નજરે જોવા મળતા હતા. આ ખેતી કરીને તેઓ ખૂબ જ મહેનત કરી ઓછો નફો મેળવતા હતા. પરંતુ સમયની સાથે હવે ખેડૂતો પણ બાગાયત ખેતી તરફ વળ્યા છે અને નવા પાકોમાં ખારેક અને ડ્રેગન ફ્રુટની ખેતી કરી રહ્યા છે અને ઓછી મહેનત અને ખર્ચે થતા ખેડુતો વધુ પ્રગતિશીલ બની રહ્યા છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ઉગામેડી ગામ આવેલું છે. જ્યાં વર્ષોથી પરંપરાગત કપાસ, મગફળી સહિતની અન્ય ખેતીને ખેડૂતોએ તિલાંજલિ આપી છે. જેને છોડીને હવે ખેડૂતો બાગાયત ખેતી તરફ આગળ વધી રહ્યા છે. છેલ્લા બેથી ત્રણ વર્ષ પહેલાં 13 વીઘા ખેતીમાં પણ નફો મળતો નહતો, તે આજે માત્ર 5 વીઘામાં તેના કરતાં પણ વધુ નફો મળી રહ્યો છે. કારણ કે કપાસ અને મગફળી છોડી ખેડૂતોએ ખારેકની ખેતી શરૂ કરી છે. કપાસ, મગફળીની પરંપરાગત ખેતીમાં વધુ ખર્ચ, વધુ મહેનત અને આવક ઓછી મળતી. આવી પરીસ્થિતિ વચ્ચે આજે ખારેકની ખેતીમાં એકવાર મહેનત કરવાની અને વર્ષો સુધી સારી આવક મેળવતા ખેડૂતો થયા છે.