શ્રીલંકામાં વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું – પીએમ રાનિલ વિક્રમસિંધે એ છેવટે રાજીનામુ આપ્યું
- શ્રીલંકાના પીએમ વિક્રમ સિંધે એ આપ્યું રાજીનામુ
- આર્થિક સંકટ વચ્ચે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું
દિલ્હીઃ- શ્રીલંકમાં એપ્રિલ મહિનાની શરુઆતથી જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દેશમાં આર્થિક કટોકટી પમ આ પહેલા લાદવામાં આવી ર઼હતી આવી ,સ્થિતિમાં ફરી એક વખત શ્રીલંકાના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.વિતેલા દિવસે રાષ્ટ્રપતિ ભવન પર તોડફોડ પમ કરવામાં આવી હતી આ સાથે જ ગોટબાયા રાજપક્ષેના નિવાસ સ્થાન પર હલ્લા બોલ કરતા તેમણw ઘર છોડીને ભાગવાનો વખત આવ્યો હતો.
ત્યારે હવે સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સર્વપક્ષીય સરકાર બનવાી જઈ રહી. જનતા દ્રારા રાષ્ટ્રપતિ ગોટાબાયા પર રાજીનામું આપવાનું સતત દબાણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
આ બાબતે પ્રધાનમંત્રી વતી કહેવામાં આવ્યું હતું કે હવે વડા પ્રધાન રાનિલ વિક્રમસિંઘે પક્ષના નેતાઓને કહ્યું છે કે તેઓ દેશના વડા પ્રધાન પદેથી રાજીનામું આપવા અને સર્વપક્ષીય સરકાર બનાવવા તૈયાર છે. સ્પીકર મહિન્દા યાપા અભયવર્દનેના ઘરે યોજાયેલી નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં રાષ્ટ્રપતિ અને પીએમને પદ પરથી હટાવવા પર ચર્ચા કરાઇ હતી.છેવટે પીેમ પદ સિંઘે એ છોડ્યું હતું.
વિક્રમસિંઘેની સરકારના સાંસદ રઉફ હકીમે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે નેતાઓએ પીએમ અને રાષ્ટ્રપતિના રાજીનામાનો પ્રસ્તાવ કર્યો છે. જોકે, આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય સ્પીકર લેશે.ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. મોંઘવારી ટોચ પર છે. લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે,દિવસેને દિવસે પેટ્રોલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે.