બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં ઋષિ સનક સહીત અન્ય 2 મૂળ ભારતીય આગળ – પ્રથમ રાઉન્ડ કર્યો પાર
- બ્રિટનના વડાપ્રધાન બનવાની રેસમાં ઋષિ સનક આગળ
- આ સહીત અન્ય 2 મૂળ ભારતીય પણ આ લીસ્ટમાં સામેલ
- આ ત્રણેય એ પ્રથમ રાઉન્ડ કર્યો પાર
દિલ્હીઃ- બ્રિટનમાં પ્રધાનમંત્રી બનવાની રેસ જોવા મળી રહી છે.જ્યારથી પૂર્વવ પીએમએ રાજીનામુ આપ્યું છે ત્યારથી પીએમ પદને લઈને મૂળ ભારતયી ઋષિ સનકનું નામ આગળ આવી રહ્યું છે, કહેવામાં આવી રહ્યું છે કે બ્રિટનમાં ઇતિહાસનું પુનરાવર્તન થી શકે છે અર્થાત ફરી એક વખત બ્રિટનની સત્તા મૂળ ભારતીયના હાથમાં આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
આપણા દેશ પર 200 વર્ષ રાજ કરનાર બ્રિટન હવે વધુ મજબૂત બનવાની સંભાવના છે. બોરિસ જોન્સનના રાજીનામા બાદ ભારતીય મૂળના ઋષિ સુનક અને સુએલા ફર્નાન્ડિસ બ્રેવરમેન આ બાબતની રેસમાં મોખરે જોવા મળ્યા છે. બંને નેતાઓએ વડાપ્રધાન પદ માટે સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રથમ રાઉન્ડમાં પણ જીત મેળવી છે.
પ્રથમ રાઉન્ડમાં કુલ 8 લોકો આગળ આવ્યા
નવા વડાપ્રધાનની પસંદગી માટે કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ રાઉન્ડમાં એવી શરત રાખવામાં આવી હતી કે જે ઉમેદવારને પાર્ટીના ઓછામાં ઓછા 20 સાંસદોનું સમર્થન મળશે તે બીજા રાઉન્ડમાં પહોંચશે.
ત્યારે હવે ભારતીય મૂળના ઋષિ સુનક અને સુએલા ફર્નાન્ડિસ બ્રેવરમેન સહિત 8 ઉમેદવારો આ રાઉન્ડ પાસ કરવામાં સફળ રહ્યા હતા. અન્ય ઉમેદવારોમાં યુકેના ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ પેની મોડ્રન્ટ, કેમી બેડેનોચ, વિદેશ સચિવ લિઝ ટ્રસ, ભૂતપૂર્વ વિદેશ સચિવ જેરેમી હંટ, બેકબેન્ચના સાંસદો ટોમ તુગેન્દહાટ અને નદીમ જહાવીનો સમાવેશ થાય છે.
બ્રિટનના નવા પીએમ બનવા માટે કન્ઝર્વેટિવ પાર્ટીના 11 સાંસદોએ પોતાનો દાવો રજૂ કર્યો હતો. પરંતુ પાકિસ્તાની મૂળના સાંસદો સાજિદ જાવિદ અને રહેમાન ચિશ્તી ઓછામાં ઓછા 20 સાંસદોનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે તેઓ પ્રથમ રાઉન્ડમાં પસાર થઈ શક્યા ન હતા.
પાર્ટી અધ્યક્ષના જણાવ્યા અનુસાર આવા કુલ 3 રાઉન્ડ થવાના છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે 2 વધુ રાઉન્ડ થશે અને પાર્ટી વિજેતાને દેશના નવા પીએમ બનવાની તક આપશે.