શું તમારા બાળકોને પણ નાની વયે ચશ્મા આવ્યા છે, તો જાણીલો તેના આ કારણો અને ઉપાયો
આજકાલ બાળકોને નાની ઉંમરમાં ચશ્મા પહેરવા પડતા હોય એવા કિસ્સાઓ આપણે જોયા હશે આંખોની સમસ્યાઓ માટે હવે કોઈ ઉમંર નથી નાનાથી લઈ મોટા દરેકને આ સમસ્યાઓ થાય છે.જો તમારા બાળકોને દેખવામાં સમસ્યા હોય તો તેની વહેલી સરે આંખોની તપાસ કરાવો તેમને ચશ્મા હોય શકે છે, તો ચાલો જાણીએ બાળકની આ સ્થિતિ થવા પાછળ કયા કારણો જવાબદાર હોય છે.
1 – જો બાળક વધારે પડતો મોબાઈલ વાપરતો હોય ખાસ કરીને આજકાલ હોમવર્ક હવે મોબાઈલ કે કમ્પ્યૂટર ઉપર થવા લાગ્યું છે. લાંબો સમય સ્ક્રીન સામે બાળકો બેસે છે અને આંખોને નુકશાન કરે છે.
2 – જો તમારા બાળકનો ખોરાક યોગ્ય ન હોય, નાની ઉમંરમાં શાકભાજી ખાવાને બદલે બાળકે ચીઝ, ફૂજ પેકેટ્સ વધુ ખાય રહ્યા છે તો ચેતી જજો તેનાથી પમ આંખો પર લાંબે ગાળે અસર થાય છે,બને ત્યા સુધી લીલા શાકભાજી બાળકોને ખવડાવો
3 – આ સાથે જ બાળકોની આંખોનું ચેક-અપ દર વર્ષે કરાવવું જોઈએ તેવી સલાહ ડોક્ટરો આપતા હોય છે. જો તમે તમારાં બાળકોની આંખની તપાસ દર વર્ષે કરાવો તો તેમની દૃષ્ટિ લાંબા સમય સુધી સારી રહેશે.
4 – બાળકોને વધારે મોબાઈલ ન આપો અને ટીવી પર વધુ ન જોવા દો, જો બાળકોને આવી આદત હોય તો તમારે બાળકને આઉટડોર ગેમ રમવા પ્રેરિત કરો.
5 – જો બાળકોને મોબાઈલ અને ટીવી થી છૂકારો અપાવ ોહોય તો દરરોજ સવારે બાળક સાથે ગાર્ડન માં ચાલવા જાઓ, જેથી બાળકનું માઈન્ડ ફ્રેશ રહે અને સવારથી ખુલ્લી હવા મળે.