આજના સમયમાં મોટાભાગના લોકોની ખાવાની અને પીવાની રીત-ભાત બદલાઈ ગઈ છે. લોકોને હવે ઘરના ભોજન કરતા બહારનું જંક ફૂડ વધારે ખાવાનું પસંદ કરે છે. આ પ્રકારની આદતોથી પણ વજન વધવાની સંભાવના પણ વધી જતી હોય છે અને મેદસ્વિતાનો શિકાર બનતા હોય છે આવામાં જે લોકોને લાગે છે કે તેમનું વજન વધારે છે અને તેમને વજન ઓછું કરવું છે અથવા મેદસ્વિતાથી છૂટકારો મેળવવો છે તો તેમણે આ પાઉડનો ઉપયોગ કરવો જોઈએ.
સૌથી પહેલા વાત છે મેથીના પાવડરની, મેથીના દાણાનું સેવન મેટાબોલિઝમ વધારવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. મેથીનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. આવી જ એક રીત છે મેથીના દાણાનો પાવડર બનાવીને તેનું સેવન કરો. એક ગ્લાસ પાણી ઉકાળો અને પછી તેમાં એક કે બે ચમચી મેથીનો પાવડર ઉમેરો. પછી તેને ચાની જેમ ચૂસકી સાથે પીવો.
આ ઉપરાંત સૂકા આદુનો પાઉડર પણ વજન ઘટાડવા માટે એક ઉત્તમ રેસીપી છે. તેનું સેવન ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. દરરોજ સવારે સૂકા આદુના પાઉડરને ગરમ પાણીમાં ભેળવીને પીવો. તેનાથી શરીરનો મેટાબોલિક રેટ વધશે અને વજન ઘટાડવામાં મદદ મળશે.
હવે જો વાત કરવામાં આવે ત્રિફળા પાવડરની તો ત્રિફળાને પાચન તંત્ર અને ચયાપચય સંબંધિત સમસ્યાઓથી રાહત આપવા માટે આયુર્વેદિક સૂત્ર માનવામાં આવે છે. ત્રિફળાના પાઉડરને દરરોજ સવારે પાણીમાં ઉકાળીને પીવાથી પાચન શક્તિ તો વધે છે અને તે શરીરને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે. સારા રિઝલ્ટ માટે, આ પીણું રાત્રે સૂતા પહેલા પણ પીવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે આ વાતની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી પણ જ્યારે પણ કોઈ પણ શરીરમાં સમસ્યા સર્જાય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ