દેશમાં ફરી કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસો નોંધાયા
- 24 કલાકમાં 20 હજારથી વધુ કેસ સામે આવ્યા
- સક્રિય કેસો 1.30 લાખને પાર પહોચ્યા
- 24 કલાક દરમિયાન કોરોનામાં ઉછાળો જોવા મળ્યો
દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો 25 હજારને પાર નોંધાય રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં ફરી એક વખત કોરોના દેશવાસીઓને ડરાવી રહ્યો છે ,કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે કારણ કે છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો નોંધાયેલા કેસોનો આકંડો 20 હજારને પાર થયો છે, જેને લઈને કહી શકાય કે કોરોનામાં ભારે ઉછાળો નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 20 હજાર 139 નવા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 43,689,989 થઈ ગઈ છે. તે જ સમયે, જો આપણે કોરોનાથી મૃત્યુની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં, કોરોનાના કારણે 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
જો હાલમાં સક્રિય કેસોની વાત કરીએ તો કોરોનાના સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 1 લાખ 36 હજાર 876 થઈ ગઈ છે.આ સાથે જો કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 16 હજરા 482 લોકોએ કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે. દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 43,028,356 થઈ ગઈ છે.