ગરમ ખોરાકને ફ્રિજમાં મુકો છો? અને પછી તરત ખાવ છો? ભૂલથી પણ ન કરતા આવી ભૂલ
ભાગદોડવાળા જીવનમાં કેટલાક લોકોને આદત હોય છે કે તે લોકો પોતાનું જમવાનું હોય છે તેને તાત્કાલિક ઠંડુ કરવા માટે તેને તરત જ ફ્રિજમાં મુકે છે અને પછી તેઓ તેને જમે છે. લોકો ઉતાવળમાં પોતાના સ્વાસ્થ્ય સાથે કેટલું મોટુ જોખમ લઈ રહ્યા છે તેના વિશે તેમને જાણ હોતી નથી પણ આગળ જતા તે મોટી સમસ્યા સર્જી શકે છે.
જાણકારોના કહેવા પ્રમાણે ફ્રિજનું તાપમાન ઠંડું હોય છે, પરંતુ જ્યારે તેમાં ગરમ વસ્તુઓ રાખવામાં આવે છે, ત્યારે હવા ઘટ્ટ થવા લાગે છે અને દિવાલો પર ટીપાં બાઝવા લાગે છે. આ પાણીના ટીપાં ખોરાકમાં જઈ શકે છે. ખોરાક સુધી પહોંચીને, તેઓ ભેજ વધારે છે. તેનાથી ખોરાક બગડવાનું જોખમ વધી જાય છે, તેથી આવી ભૂલ કરવાનું ટાળો.
આ ઉપરાંત ફ્રિજના કોમ્પ્રેસરને ગરમ ખોરાક રાખતી વખતે તાપમાન જાળવી રાખવા માટે વધુ કામ કરવું પડે છે. આ વારંવાર કરવાથી કોમ્પ્રેસરનું જીવન ટૂંકું થઈ શકે છે અને ખરાબ થવાનું જોખમ વધી શકે છે. તેથી એવું ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે આમ કરશો તો લાંબા ગાળે ફ્રિજની કામ કરવાની ક્ષમતા ઘટી શકે છે. કારણ કે જ્યારે પણ તમે ફ્રિજમાં ગરમ ખોરાક રાખો છો, તો તે અંદરનું તાપમાન બગાડે છે. આની અસર ફ્રિજની અંદર રાખવામાં આવેલી વસ્તુઓ પર પડે છે. તાપમાનને નિયંત્રિત કરવા માટે, ફ્રીજ પર દબાણ વધે છે.