સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટઃ એક જ સંકુલમાં તમામ મંત્રાલયની ઓફિસોથી સરકારી કામગીરી ઝડપી બનશે
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં હાલ સેન્ટ્રલ વિસ્ટાની કામગીરી પૂરઝડપથી ચાલી રહી છે, સેન્ટ્રલ વિસ્ટા કાર્યરત થયા બાદ દેશની જનતાની સાથે મંત્રીઓ અને અધિકારીઓનો કિંમતી સમય બચશે. એટલું જ નહીં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલય એક જ સંકુલમાં હોવાથી વિકાસના કામો ઝડપથી પૂર્ણ થશે અને વિકાસના કામોમાં ઉભી થતી અડચણો પણ સરળતાથી દૂર થઈ શકશે. દિલ્હીમાં બની રહેલુ સેન્ટ્રલ વિસ્ટા ગુજરાત મોડલ ઉપર તૈયાર થતું હોવાનું મનાઈ રહ્યું છે. ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ગાંધીનગરમાં સચિવાલય સંકુલમાં જ સ્વર્ણિમ સંકુલ-1 અને સ્વર્ણિમ સંકુલ-2નું નિર્માણ કરવામાં આવ્યું હતું. બંને સંકુલમાં જ રાજ્ય સરકારના વિવિધ મંત્રાલયની ઓફિસો કાર્યરત છે. હવે દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા તૈયાર થયા બાદ તમામ મંત્રાલયોની ઓફિસ એક જ સંકુલમાં કાર્યરત છે.
દેશની રાજધાની દિલ્હીમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં બેસતા મંત્રીઓ અને અધિકારીઓ દેશમાં વિકાસની કામગીરીને વેગ આપે છે. જો કે, દિલ્હીના વિવિધ વિસ્તારોમાં કેન્દ્ર સરકારના કુલ 51 જેટલા મંત્રાલય આવેલા છે. હાલના 39 જેટિલા મંત્રાલયો સેન્ટ્રલ વિસ્ટામાં સ્થિત છે જ્યારે 12 મંત્રાલયોની ઓફિસ વિસ્ટાની બહાર આવી છે. નિર્માણધીન સેન્ટ્રલ વિસ્ટામાં 51 મંત્રાલયની ઓફિસોનો સમાવેશ કરવામાં આવશે. એક જ સંકુલમાં તમામ મંત્રાલયની ઓફિસ આવેલી હોય તો, વિકાસલક્ષી કામગીરી વધારે તેજ બનશે, એટલું જ નહીં વિવિધ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને કામ અર્થે આવતી પ્રજાને એક ઓફિસથી બીજી ઓફિસમાં ધક્કા ખાવાથી છુટકારો મળશે. આમ ખોટા ખર્ચની સાથે કિંમતી સમયનો પણ બચાવ થશે.
શું છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ? આ વાત હજુ પણ કેટલાક લોકોના ધ્યાનમાં હશે નહીં અને હશે તો તેના વિશે જાણતા હશે નહી, તો તમામ ભારતીયોએ આ વાતને જાણવી જોઈએ કે દિલ્હીના રાજપથની બંને બાજુના વિસ્તારને સેન્ટ્રલવિસ્ટા કહેવામાં આવે છે. જેમાં રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટની નજીક પ્રિન્સેસ પાર્કના વિસ્તારનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારની આ સમગ્ર વિસ્તારને રિનોવેટ કરવાની યોજનાને સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ નવા સંસદભવન પરિસરનું નિર્માણ થવાનું છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની સપ્ટેમ્બર 2019માં જાહેરાત કરવામાં આવી હતી અને 10 ડિસેમ્બર 2020માં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
કેવો હશે નવનિર્મિત વિસ્ટા પ્રોજેક્ટ?
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવનાર નવું સંસદ ભવન લગભગ 65,400 ચોરસ મીટરમાં વિસ્તારમાં બનાવવામાં આવશે અને ભવ્ય કલાકૃતિઓથી ભરેલું હશે. આ ઇમારત ત્રિકોણાકાર માળખાનું હશે અને જૂની ઇમારત જેટલી જ ઉંચાઇ ધરાવતુ હશે. તેમાં એક વિશાળ હોલ, સાંસદો માટે લાઉન્જ, લાયબ્રેરી, અનેક સમિતિઓના રૂમ, ડાઇનિંગ એરિયા જેવા અનેક ખંડો હશે. સંકુલમાં 876 બેઠકો ધરાવતી લોકસભા, 400 બેઠકો ધરાવચી રાજ્યસભા અને 1224 બેઠકો ધરાવતો સેન્ટ્રલ હોલ બનાવવામાં આવશે.
વિવાદ શું હતો?
સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરના રોજ અરજીઓ પર સુનાવણી કરતા સંસદ ભવનના શિલાન્યાસને મંજૂરી આપી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરે નવા સંસદ ભવનની ઈમારતનો શિલાન્યાસ કર્યો હતો. જો કે કોર્ટે એમ પણ કહ્યું હતું કે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ નિર્માણ, તોડફોડ કે ઝાડ કાપવાનું કામ થશે નહીં. અગાઉ મોદી સરકારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની બહાર બેરીકેડ્સ મૂકીને ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ મૂકતાં વિવાદ થયો હતો. આ વિસ્તારને હાઈ સીક્યુરિટી ઝોન ગણાવીને પ્રોજેક્ટમાં કામ કરતા લોકો સિવાયનાં લોકોના સંકુલમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો?
સેન્ટ્રલ વિસ્ટા અંતર્ગત અને નવા સંસદભવનને બનાવવા સામે સુપ્રીમ કોર્ટમાં 10 પિટિશન કરવામાં આવી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પડકારનારી અરજીઓ પર ચુકાદો આપતા મોદી સરકારને મોટી રાહત આપી હતી. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ એ.એમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેન્ચે 2-1ના બહુમતથી ચુકાદો આપતા સરકારની આ યોજનાને મંજૂરી આપી હતી.
ઉલ્લેખનીય છે કે વિપક્ષે આ પ્રોજેક્ટની બહુ આલોચના કરી હતી પરંતુ સરકારનું કહેવુ છે કે હાલની ઇમારતમાં સુરક્ષાને લઈને અનેક સમસ્યાઓ છે. વળી આ ઇમારત ભૂકંપવિરોધી નથી અને આમાં જો તેમાં આગ જેવી દુર્ઘટનાઓ સર્જાય તો બચાવ માટે સુરક્ષાનો પણ અભાવ જોવા મળે છે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ કોણ કરી રહ્યું છે?
ગુજરાતના આર્કિટેક્ટ બિમલ પટેલે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટની ડિઝાઈન કરી છે. આ અગાઉ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું મુખ્ય મંત્રી કાર્યાલય, અમદાવાદ રીવરફ્રન્ટ વગેરે ડિઝાઈન કર્યા છે. બિમલ પટેલની કંપની એચસીપીએ ગુજરાત સરકારના વિવિધ મંત્રાલયો અને સવર્ણિમ સંકુલ પણ તૈયાર કર્યું છે. તેમની પાસે 35થી વધુ વર્ષનો અનુભવ છે અને ભારત સરકારે તેમને પદ્મશ્રીથી નવાજ્યા છે.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વિશે વધુ માહિતી અને તેનાથી ભવિષ્યમાં થનારા ફાયદાઓ
સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ એ સેન્ટ્રલ વિસ્ટા, નવી દિલ્હીની રાયસીના હિલ નજીક સ્થિત ભારતના કેન્દ્રીય વહીવટી વિસ્તારને સુધારવા માટે ચાલી રહેલા પુનઃવિકાસનો સંદર્ભ આપે છે. આ વિસ્તાર મૂળરૂપે સર એડવિન લ્યુટિયન્સ અને સર હર્બર્ટ બેકર દ્વારા બ્રિટિશ શાસન દરમિયાન ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને આઝાદી પછી ભારત સરકાર દ્વારા જાળવી રાખવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ વિસ્ટાને સૌપ્રથમ આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન્સ અને હર્બર્ટ બેકર દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી, જ્યારે બ્રિટિશ રાજની રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડવામાં આવી હતી. 12 ફેબ્રુઆરી 1921ના રોજ શિલાન્યાસથી માંડીને 18 જાન્યુઆરી 1927ના રોજ તત્કાલિન વાઈસરોય લોર્ડ ઈરવિન દ્વારા ઉદ્ઘાટન સુધી, એકલા સંસદ ભવનનું નિર્માણ કરવામાં છ વર્ષનો સમય લાગ્યો હતો. 1947માં આઝાદી પછી તે નવા પ્રજાસત્તાકની સરકારની બેઠક બની. દિલ્હીના 1962ના માસ્ટર પ્લાનમાં સંસદ સંકુલને હેરિટેજ સંકુલ જાહેર કરવામાં આવ્યું હતું.
વર્તમાન સંસદ ભવનની અડીને આવેલ પ્લોટ નં.118માં નવું સંસદ ભવન બની રહ્યું છે અને તે ભારતનું પહેલું હેતુપૂર્વક ડિઝાઈન કરાયેલું સંસદ ભવન હશે. સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે 2022માં નવા સંસદ ભવનમાં સંસદનું શિયાળુ સત્ર યોજવાનું આયોજન છે. તે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હશે, જે તેને સુરક્ષિત, સરળ અને અસરકારક રીતે ચલાવવા માટે સક્ષમ બનાવશે. તે ઉપલબ્ધ સૌથી અદ્યતન અને સુરક્ષિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શાસનને અત્યંત કાર્યક્ષમ બનાવશે.
નવી ઇમારતમાં વિસ્તૃત સંસદને સમાવવા માટે મોટા લોકસભા અને રાજ્યસભા હોલ હશે. સંસદના સંયુક્ત સત્રનું આયોજન કરવા માટે લોકસભા હોલમાં 1272 બેઠકો સુધીની વધારાની ક્ષમતા પણ હશે.
તેમાં કમિટી રૂમ, સંસદીય બાબતોના મંત્રાલયની મુખ્ય કચેરી, લોકસભા સચિવાલય અને રાજ્યસભા સચિવાલય અને યોગ્ય રેસ્ટોરન્ટ સુવિધાઓ જેવી આવશ્યક સુવિધાઓ સાથે જાહેરમાં સુલભ મ્યુઝિયમ-ક્લાસ ગેલેરીઓ અને પ્રદર્શનોનો પણ સમાવેશ થશે. સેન્ટ્રલ કોન્સ્ટીટ્યુશન હોલ અને ગેલેરી ભારતીય બંધારણ અને ભારતના વારસાની અન્ય કલાકૃતિઓ પ્રદર્શિત કરશે, જે લોકોને ભારતીય લોકશાહીના કેન્દ્રમાં પ્રતીકાત્મક અને વાસ્તવિક રીતે મૂકશે.
નવા સંસદ ભવનનું સ્થાપત્ય અને સૌંદર્ય શાસ્ત્ર હાલના સંસદ ભવન, સેન્ટ્રલ વિસ્ટાની અન્ય ઈમારતો અને ભારતના શાસ્ત્રીય, લોક કલા અને આદિવાસી કલા અને હસ્તકલામાંથી સંદર્ભો મેળવશે.લોકસભા અને રાજ્યસભાના આંતરિક ભાગમાં અનુક્રમે રાષ્ટ્રીય પક્ષી (મોર) અને રાષ્ટ્રીય ફૂલ (કમળ)નો ઉલ્લેખ હશે.આંગણામાં એક રાષ્ટ્રીય વૃક્ષ હશે. નવી સંસદ ભવનનાં મથાળે રાષ્ટ્રીય ચિહ્ન રહેશે. આ આર્કિટેક્ચરલ વ્યૂહરચનાનું કાર્ય આ બે ઇમારતોને એવી રીતે સુમેળ બનાવવાનું છે કે તેઓ એકસાથે ઘટાડે છે.
જૂના અને નવા સંસદ ભવન, એનેક્સી ભવન,સંસદ પુસ્તકાલય અને સાંસદ કક્ષાઓને ભેળવીને લેજિસ્લેટિવ એન્ક્લેવનું નિર્માણ કરવામાં આવશે.
હાલમાં 39 મંત્રાલયો સેન્ટ્રલ વિસ્ટામાં સ્થિત છે જ્યારે લગભગ 12 મંત્રાલયોની ઓફિસો વિસ્ટાની બહાર આવેલી છે. સંકલન, સહકાર અને સંકલન સુધારવા માટે આ તમામ 51 મંત્રાલયોને એક જ જગ્યાએ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે. આધુનિક ટેકનિકલ સુવિધાઓ અને વિશેષ સુવિધાઓ તેમજ પર્યાપ્ત જગ્યા ધરાવતી ઓફિસની જગ્યાઓ પ્રસ્તાવિત છે.
સેન્ટ્રલ વિસ્ટા ખાતેની હાલની ઇમારતોને લગભગ 54,000 કર્મચારીઓની બેઠક ક્ષમતા સાથે આધુનિક ઓફિસ બિલ્ડીંગોથી બદલવામાં આવશે, જે મંત્રાલયો/વિભાગોની વર્તમાન અને ભાવિ જરૂરિયાતોને પહોંચી વળશે. આ તમામ ઓફિસોને અંડરગ્રાઉન્ડ ઓટોમેટેડ પીપલ મૂવર્સ, સરફેસ શટલ અને વોકવે દ્વારા જોડવાની દરખાસ્ત છે.
આ ઈમારતોની સ્થાપના રાજપથની બંને બાજુએ આવેલી હાલની કેન્દ્રીય સચિવાલય કચેરીઓ જેમ કે ઉદ્યોગ ભવન, નિર્માણ ભવન, કૃષિ ભવન, શાસ્ત્રી ભવન, IGNCA, રાષ્ટ્રીય સંગ્રહાલય, ઉપરાષ્ટ્રપતિ નિવાસ વગેરેના પુનઃવિકાસ દ્વારા કરવામાં આવશે. તેઓ હાલની ઈમારતોના હાલના પ્લોટનો કબજો લેશે, અનિયમિત અતિક્રમણો દૂર કરશે, લગભગ 2 હેક્ટર જમીનને મુક્ત કરશે જેને ગ્રીન જાહેર જગ્યાઓમાં રૂપાંતરિત કરવામાં આવશે.