શિક્ષણ મંત્રાલયે NIRF રેન્કિંગ 2022 જારી કર્યું – IIT મદ્રાસે ઈન્ડિયા રેન્કિંગમાં મેળવ્યું પ્રથમ સ્થાન
- શિક્ષણ મંત્રાલયે NIRF રેન્કિંગ 2022 જારી કર્યું
- IIT મદ્રાસે પ્થરમ સ્થાન પર તો બેંગલુરુ આઈઆઈટી બીજા સ્થાન પર
દિલ્હીઃ- આજરોજ દેશના શિક્ષણ મંત્રાલયે રાષ્ટ્રીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક એટલે કે NIRF રેન્કિંગ 2022 જારી કર્યું છે. જે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જારી કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી દેશની શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઈન્ડિયા રેન્કિંગ 2022માં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, મદ્રાસે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોર અને આઈઆઈટી, બોમ્બેએ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ રેન્કિંગ શિક્ષણ મંત્રાલય દ્વારા દેશભરની શૈક્ષણિક સંસ્થાઓને અલગ-અલગ કેટેગરીમાં વહેંચીને ત્યાર બાદ રજૂ કરવામાં આવે છે. આ અંતર્ગત ઓવરઓલ, યુનિવર્સિટી, કોલેજ, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, ફાર્મસી, લો, મેડિસિન, આર્કિટેક્ચર, ડેન્ટિસ્ટ્રી અને રિસર્ચની શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવે છે.
આ સાથે જ આ યાદી શિક્ષણ, અધ્યયન અને સંસાધનો, સંશોધન અને વ્યવસાયિક પ્રેક્ટિસ, સ્નાતક પરિણામો, આઉટરીચ અને સમાવેશ અને સંસ્થાઓમાં પીઅર સુવિધાઓની સુવિધાઓનું મૂલ્યાંકન કરીને તૈયાર કરવામાં આવે છે.
જાણો આ રેન્કિંગમાં ઓવરલોપ ટોપ 10 માં સમાવેશ પામેલી સંસ્થાઓના નામ
- 1 ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસ
- 2 ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગ્લોર
- 3 ભારતીય ટેકનોલોજી સંસ્થાન બોમ્બે
- 4 ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દિલ્હી
- 5 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુર
- 6 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખડગપુર
- 7 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગુવાહાટી
- 8 ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, નવી દિલ્હી
- 9 જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, નવી દિલ્હી
જો ટોપ 10 વિશ્વવિદ્યાલયોની વાત કરવામાં આવે તો તેમાં IISc બેંગ્લોર,જેએનયુ
જામિયા મિલિયા ઇસ્લામિયા,જાદવપુર યુનિવર્સિટી, અમૃતા વિશ્વ વિદ્યાપીઠમ, કોઈમ્બતુર
બનારસ હિન્દુ યુનિવર્સિટી, મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન, મણિપાલી, કલકત્તા યુનિવર્સિટી, કોલકાતા,વેલ્લોર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી. વેલ્લોર, હૈદરાબાદ યુનિવર્સિટી, હૈદરાબાદનો સમાવેશ થાય છે.