અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ સહિત રાજ્યના અન્ય 65 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ, કપરાડા તાલુકામાં 253 મિ.મી, ચીખલીમાં 244 મિ.મી, સુત્રાપાડામાં 240 મિ.મી, ગણદેવીમાં 231 મિ.મી, ધરમપુરમાં 212 મિ.મી, નવસારીમાં 211 મિ.મી એમ મળી કુલ 6 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે જલાલપોર તાલુકામાં 183 મિ.મી, વાસદામાં 168 મિ.મી, ખેરગામમાં 165 મિ.મી, ડોલવણમાં 159 મિ.મી, વાપીમાં 155 મિ.મી આમ કુલ 5 તાલુકાઓમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પારડીમાં 137 મિ.મી, વઘઈમાં 130 મિ.મી, માણાવદરમાં 127 મિ.મી, તલાલામાં 123 મિ.મી, કુતિયાણામાં 122 મિ.મી, વ્યારામાં 121 મિ.મી, રાણાવાવમાં 109 મિ.મી, ચોર્યાંશીમાં 105 મિ.મી, વેરાવળ અને બારડોલીમાં 104 મિ.મી મળી કુલ 10 તાલુકાઓમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
માળીયા તાલુકામાં 93 મિ.મી, વાલોડમાં 91 મિ.મી, વલસાડમાં 84 મિ.મી, ઉમરગામમાં 80 મિ.મી, ખાંભામાં 72 મિ.મી, વિજયનગરમાં 70 મહુવામાં 69 મિ.મી, વંથલી અને જેતપુરમાં 65 મિ.મી, ખંભાળિયામાં 64 મિ.મી, સુબીરમાં 61 મિ.મી, કોડીનારમાં 59 મિ.મી, પોરબંદરમાં 58 મિ.મી, પલસાણા અને ડાંગ (આહવા)માં 55 મિ.મી, જેસરમાં 54 મિ.મી અને ઉનામાં 52 મિ.મી એમ મળી કુલ 17 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 28 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 54 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 98.29 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 69.34 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 55.12 ટકા, પૂર્વ ગુજરાતમાં 42.08 ટકા અને ઉત્તર ગુજરાતમાં 29.32 ટકા કુલ વરસાદ નોંધાયો છે.