રાજકોટમાં હજુ શનિ-રવિ ભારે વરસાદની આગાહી,50 દિવસમાં 26 ઇંચ પાણી વરસ્યું
રાજકોટ:રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો અનેક જગ્યાએ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે રાજકોટ શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો.હવામાન ખાતાના જણાવ્યા મુજબ,શનિવાર અને રવિવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટમાં સવારે તડકો નીકળ્યો હતો અને બપોર બાદ વરસાદ વરસ્યો.વરસાદ આવ્યા બાદ વાતાવરણમાં ઠંડક ફેલાઈ છે.સામાન્ય વરસાદે માધાપર ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ગોંડલ ચોકડી, 150 ફૂટ રિંગ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વાહનચાલકોના વાહન પણ ફસાઈ ગયા હતા અને બંધ પડી ગયા હતા. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન ખાતાના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં અમરેલી, જામનગર અને દ્વારકાનો સમાવેશ થાય છે.જોકે હવે સાર્વત્રિક વરસાદ પડશે.