સરાકર ડિજીટલ મીડિયા પર લાવશે નિયંત્રણ, ન્યૂઝ પોર્ટલો એ ફરજિયાત કરાવી પડશે નોંધણી – કેન્દ્ર લાવશે નવો કાયદો
- સરાકર ન્યૂઝ પોર્ટલને લઈને લાવશે નવો કાયદો
- આ કાયદા હેઠળ નોંધણી કરવી બનશે ફરજિયાત
- સરકાર એ હેઠળ ડિજીટલ મીડિયા પર નિયંત્રણ લાવશે
દિલ્હીઃ- ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે હવે સરકાર આ બાબતે એક કાયદો પણ બનાવાની તૈયારીમાં છે જે કાયદા અતર્ગત ન્યૂઝ પોર્ટલ માટે કેન્દ્ર સરકાર એક બિલને આવી રહી છે. આ બિલને કાયદાકીય માન્યતા મળશે તો પછી ન્યૂઝ પોર્ટલે પણ સમાચાર પ્તરની જેમ નોંધણી કરવી ફરજિયાત બનશે .અત્યાર સુધી આ નિયમો માત્રને માત્ર સમાચાર પત્રો પણ લાગુ પડે છે.
આ સાથે જ કેન્દ્ર સરકાર 155 વર્ષ જૂના પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટને નાબૂદ કરવા જઈ રહી છે. તેના સ્થાન પર ‘પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પીરીઓડીકલ બિલ’ લાવવામાં આવી શકે છે.
આ બિલ પોર્ટલો માટે નવી અને સરળ નોંધણી સિસ્ટમ હશે, આ કાયદા હેઠળ ડિજિટલ મીડિયાને પણ આવરી લેવાની તૈયારી જોવા મળી રહી છે. શક્યતાઓ છે કે કેન્દ્ર સરકાર ચોમાસુ સત્ર દરમિયાન જ આ બિલ રજૂ કરી શકે છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ બિલ પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઑફ બુક્સ એક્ટ, 1867નું સ્થાન લેશે. આ અંતર્ગત મધ્યમ અને નાના પ્રકાશકો માટે પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે અને પ્રેસની સ્વતંત્રતાના મૂલ્યો પણ જાળવી રખાશે.