1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કઠોળ-તેલીબિયાંના ઉત્પાદનના 50 ટકા જથ્થાની ખરીદીની રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી

કઠોળ-તેલીબિયાંના ઉત્પાદનના 50 ટકા જથ્થાની ખરીદીની રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માગી

0
Social Share

અમદાવાદઃ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂત કલ્યાણ માટે અનેકવિધ પગલા લીધા છે. ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતોના હિતમાં MSPયોજના હેઠળ કઠોળ અને તેલીબિયાં પાકો માટે રાજ્યના કુલ ઉત્પાદનના 25 ટકા જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા અંગેની વર્તમાન મંજૂરીના સ્થાને રાજ્યના કુલ ઉત્પાદનના 50 જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવાની મંજુરી આપવા કૃષિ મંત્રીશ્રીઓનીનેશનલ કોન્ફરન્સમાંભારત સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તાજેતરમાં બેંગલુરુ, કર્ણાટક ખાતે રાજ્યોના કૃષિ મંત્રીઓની નેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીપટેલ દ્વારા આ રજૂઆત કરાઈ હતી.

રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્યને પૂરતી માત્રામાં અને સમયસર ખાતર ફાળવવા તેમજ ચણાની ટેકાના ભાવે ખરીદીમાં સહયોગકરવા બદલ વડાપ્રધાન નરેંદ્ર મોદી, કૃષિ મંત્રી નરેન્દ્ર તોમર અને ખાતર મંત્રી મનસુખ માંડવીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ નેશનલ કોન્ફરન્સમાં ડિજિટલ એગ્રીકલ્ચર, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના,પ્રાકૃતિક ખેતી,માર્કેટિંગ(FPO અને e-NAM),નેનો ફર્ટિલાઇઝર,પીએમ કિસાન,એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ વગેરે જેવાવિષયો પર તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન અને ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જેમાં મંત્રી રાઘવજી પટેલ દ્વારા ડિજિટલ એગ્રીકલ્ચર,પ્રાકૃતિક ખેતી,નેનો ફર્ટિલાઇઝર વગેરે ક્ષેત્રે ગુજરાત રાજ્યમાં થયેલ આગવી કામગીરી અને આગામી આયોજન અંગે નેશનલ કોન્ફરન્સમાં ચિતાર રજૂ કર્યો હતો.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code