1. Home
  2. ગુજરાતી
  3. આજથી આટલી વસ્તુઓ અને સેવાઓ થશે મોંધી – જાણો કઈ વસ્તુઓ પર કેટલું ચૂકવવું પડશે GST
આજથી આટલી વસ્તુઓ અને સેવાઓ થશે મોંધી – જાણો કઈ વસ્તુઓ પર  કેટલું ચૂકવવું પડશે GST

આજથી આટલી વસ્તુઓ અને સેવાઓ થશે મોંધી – જાણો કઈ વસ્તુઓ પર કેટલું ચૂકવવું પડશે GST

0
Social Share
  • આજથી નવા  જીએસટી દર  થશે લાગૂ
  • દહીં,લસ્સી પનીર જેવી વસ્તુઓ પર 5 ટકા જીએસટી વસુલાશે

દિલ્હીઃ- દેશભરમાં આજે 18 જૂલાઈના રોજથી અનેક સેવાઓ અને ચીજ વસ્તુઓમાં જીએસટી દર લાગુ થવા જઈ રહ્યો છે જેથી આજથી દેશની જનતા પર મોંધવારીનો માર પડશે તે વાત સ્વીકારવી રહી.તો ચાલો જાણીએ કઈ કઈ સેવાઓ અને વસ્તુઓ પર જનતા એ જીએસટી પેઠે કેટલા રુપિયા વધારે ચૂકવવા પડશે અથવા તો કેટલા ટકા જીએસટી ચૂકવવું પડશે.

ઉલ્લેખનીય છે કે નાણામંત્રી  નિર્મલા સીતારમણના આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ પર GST વધારવાના મોટા નિર્ણયને પગલે આજથી આ જીએસટી  દર લાગૂ થવા જઈ રહ્યો છે.47મી GST બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 18 જુલાઈ, 2022 થી કેટલાક ઘરગથ્થુ ઉત્પાદનો અને સેવાઓ પર GST દરો વધારવામાં આવશે એઠલે કે આજથી આ દર હવે લાગૂ પડશે.

જાણો કઈ વસ્તુઓ પર લાગશે જીએસટી

હવે તમારે પેકેજ્ડ અને લેબલવાળા દહીં, પનીર, લસ્સી અને રોજિંદા ઉપયોગની આવશ્યક ચીજોની કિંમતો પર આજથી વધુ જીએસટી  ચૂકવવો પડશે.જેમાં ખાસ કરીને  દહીં, લસ્સી, પનીર, મધ, અનાજ, માંસ અને માછલીની ખરીદી પર 5 ટકા જીેસટી  ચૂકવવો પડશે. આ સિવાય અન્ય વસ્તુઓના જીએસટી  સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

  • પેકેજ્ડ અને લેબલવાળા દહીં, લસ્સી, પનીર, મધ, અનાજ, માંસ અને માછલીની ખરીદી પર 5 ટકા GST વસૂલવામાં આવશે. હોસ્પિટલમાં રૂ. 5,000 (નોન-ICU)થી વધુ ભાડે આપેલા રૂમ પર 5 ટકા GST લાગશે. આ સહીત ચેકબુક ઇશ્યૂ કરવા પર બેંકો દ્વારા વસૂલવામાં આવતા ચાર્જ પર 18 ટકા GST લાગુ થશે,
  •        આ સાથે જ નકશા, એટલાસ અને ગ્લોબ્સ પર 12 ટકા GST ચૂકવવો પડશે. બ્લેડ, ચાકુ, પેન્સિલ શાર્પનર, ચમચી, ફોર્ક્ડ સ્પૂન, સ્કિમર વગેરે પર 12 ટકાથઈ વધીને હવે  18 ટકા GST વસુલાશે  આ સહીત લોટ મિલ, કઠોળ મશીન પર 5 ટકાને બદલે 18 ટકા જીએસટી લાગુ કરાયો છે.
  • અનાજના મશીનો, ડેરી મશીનો, ફળ-કૃષિ ઉત્પાદનોના વર્ગીકરણ મશીનો, પાણીના પંપ, સાયકલ પંપ, સર્કિટ બોર્ડ પર 12 ટકાના બદલે 18 ટા GST લાગુ કરવામાં આવ્યું છે તેથી વિષેષ કે . માટી સંબંધિત ઉત્પાદનો પર 12 ટકા GST લાગુ કરવામાં આવ્યો છે જે પહેલા માત્ર 5 ટકા વસુલાતો હતો
  • 1,000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડાની હોટેલ રૂમ પર 12 ટકા GST. વસુલાશે. બીજી તરફ ટેટ્રા પેક પરનો દર 12 ટકાથી વધીને 18 ટકા થયો છે. પ્રિન્ટિંગ કે લેખન અથવા ડ્રોઇંગ શાહી, એલઈડી લાઇટ્સ, લેમ્પ પર 12 ટકા ને બદલે હવે 18 ટકા GST લાગુ થશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code