ચોમાસામાં આ સ્થળો પર ફરવાનું ટાળજો,થઈ શકે છે નુક્સાન
ભારતમાં લોકોને ફરવાનું એટલું પસંદ હોય છે કે મોટાભાગના લોકો ફરવાની વાત આવે ત્યારે તે લોકો સમય અને ઋતુ જોતા નથી, પણ ક્યારેક અયોગ્ય સમય પર ફરવા જવાથી નુક્સાન પણ થઈ શકે છે. જેમ કે ચોમાસામાં લોકોએ આ સ્થળો પર ફરવા જવાનું ટાળવું જોઈએ.
વાત એવી છે કે ચોમાસામાં કેટલાક સ્થળો પર ભૂસ્ખલન થવાની સંભાવના વધી જતી હોય છે અને કેટલાક સ્થળો પર તો તે જોવા પણ મળતું હોય છે. આસામમાં જુલાઈમાં ભારે વરસાદ પડે છે અને આ સમયગાળા દરમિયાન પર્વતીય વિસ્તારોમાં મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવે છે. આસામના મોટાભાગના ભાગો એવા છે, જ્યાં ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે પૂર અથવા ભૂસ્ખલન થાય છે. આ સિઝનમાં ભૂલથી પણ અહીં ન જાવ.
આ ઉપરાંત હિમાચલ પણ લોકોની મનપસંદ જગ્યા છે તો હિમાચલ ભારતના તે રાજ્યોમાંથી એક છે, જ્યાં ઘણા હિલ સ્ટેશન છે. આ રાજ્ય કપલ્સ, ફેમિલી અને સોલો ટ્રિપ માટે બેસ્ટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ચોમાસા દરમિયાન આ પર્વતીય રાજ્યની મુલાકાત લેવાનું આયોજન કરશો નહીં. આમ કરવાથી તમારા માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.
ઋષિકેશ એક પવિત્ર અને ધાર્મિક સ્થળ તરીકે જાણીતું ઋષિકેશ ઘણી રમત-ગમત પ્રવૃત્તિઓ માટે પણ પ્રખ્યાત છે. પરંતુ વરસાદની મોસમમાં આ જગ્યાએ આવી પ્રવૃત્તિ બંધ કરી દેવામાં આવે છે, કારણ કે અહીં નદીનું સ્તર નોંધપાત્ર રીતે વધી જાય છે. જુલાઈમાં અહીં જવાનું ટાળો.