હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં આજે સવારે ભૂકંપના આચંકા અનુભવાયા- તીવ્રતા 2.8 નોંઘાઈ
- હિમાચલના મંડિમાં અવનુભવાયા ભૂંકના આંચકા
- રિક્ટર સ્કેલ પર 2.8 તીવ્રતા નોંધાઈ
શિમલાઃ- દેશના ઘણા વિસ્તારોમાં ભુકંપના આચંકા આવવાની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે ખાસ કરીને હિમાચલ પ્રદેશ,જમ્મુ કાશ્મીર જેના પહાડી પ્રદેશોમાં અવાર નવાર ભુકંપના આચંકાઓ આવતા હોય છે ત્યારે આજ રોજ ફરી એક વખત હિમાચલની મંડીની ઘરતી ઘ્રુજી ઉઠી હતી.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે હિમાચલ પ્રદેશના મંડી જીલ્લામાં આજરોજ સવારે ભૂંકપના આચંકાઓ અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આજરોજ સવારે 7 વાગ્યેને 50 મિનિટ આસપાસ આ આંચકાઓ અનુભવાતા ઘણા લોકોમાં ભયનો માહોલ વર્તાયો હતો.
રિક્ટર સ્કેલ પર આ આચંકાઓ 2.8ની તીવર્તાના નોંધવામાં આવી રહ્યા છે.જાણકરી પ્રમાણે આ આચંકાઓ મંડીના બરજોહારુમાં અનુભવાયા હતા. રિક્ટર જો કે ભૂકંપથી કોઈ નુકસાનના અહેવાલ નથી. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી પાંચ કિલોમીટર નીચે નોંધવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણી વખત હિમાચલની ઘરા ઘ્રુજી છે.