PM મોદી આજે 10 વાગે કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ગયેલા ભારતીય ખેલાડીઓ સાથે વીડિયો કોન્ફોરન્સથી કરશે વાત
- કોમનવેલ્થના ખેલાડીઓ સાથે પીએમ મોદી આજે 10 વાગ્યે કરશે વાત
- 215 ખેલાડીઓની ટીમ પહોંચી ચૂકી છે ઈગ્લેન્ડ
દિલ્હીઃ- કોમનવેલ્થ ગેમ્સને લઈને વિશ્વભરમાં ચર્ચાઓ છે ત્યારે હવે આ ગેમ નજીક આવી ચૂકી છે અને ભારતીય ખેલાડીઓ ઈગ્લેન્ડ પહોંચી ચૂક્છેયા . ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતે 215 ખેલાડીઓની ટીમ મોકલી છે.
આ ખેલાડીઓમાં નીરજ ચોપરા, પીવી સિંધુ, બજરંગ પુનિયા સહિત દેશના ઘણા રમતવીરોનો સમાવેશ થાય છે. ભારતની આ ટીમ ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા 20 જુલાઈએ એટલે કે આજે સવારે 10 વાગ્યે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ખેલાડીઓ સાથે વાત કરશે.
ઉલ્લેખનીય છે કે ભારતની પરંપરા રહી છે કે ભારતના ખેલાડીઓ જ્યારે પણ દેશની બહાર પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવા જાય છે ત્યારે ભારકના નેતાઓ થકી તેઓને મનોબળ અને પ્રોત્સાહન પુરુ પાડવામાં આવે છે જે થકી પીએમ મોદી પણ ખેલાડીઓ સાથે વાત કરીને તેમને પ્રોત્સાહિત કરશે અને તેમને મનોબળ પુરુ પાડશે.
જો કોમનવેલ્થ ગેમની વાત કરીએ તો તે 28 જુલાઈથી શરૂ થઈ રહી છે.આ પહેલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય ટીમ સાથે પીએમ મોદી ખાસ વાતચીત કરવાના છે. ઉલ્ખલેખનીય છે કે આ વખતે ભારતમાંથી 215 એથ્લેટ 19 જેટલી જૂદી જૂદી રમતો માં ભાગ લેવાના છે તે માટે પીએમ મોદી તેમને પ્રોકત્સાહીત કરીને તેમનો જૂસ્સો વધારતા જોવા મળશે,