લોહીની કમીને દૂર કરે છે આ પ્રકારનો ખોરાક ,તમે પણ સામેલ કરો તમારા ભોજનમાં
શરીરમાં પુરતા પ્રમાણમાં લોહીનું હોવું જરુરી છે જે આપણા સારા સ્વાસ્થ્યને વધુ સારુ બનાવે છે. હિમોગ્લોબિન લેવલ ઘટવાથી પણ આપણી કિડનીમાં સમસ્યા થઈ શકે છે, તમે એનિમિયાનો શિકાર બની શકો છો. જો કે, આયર્નથી ભરપૂર ફળો અને શાકભાજી ખાવા તો તેમાંથી બહાર આવી શકો છો. આ માટે તમે તમારા આહારમાં સલાડ, લીલા શાકભાજી, ફળો અને બદામનો સમાવેશ કરીને આયર્નની ઉણપને પૂરી કરી શકાય છે.
એવું કહેવાય છે કે જેમનું હિમોગ્લોબિન 5-6 સુધી પહોંચે છે, તેમણે દરરોજ પલાળેલા અંજીર ખાવા જોઈએ. આ અંજીર શરીરમાં હિમોગ્લોબિનના સ્તરને ખૂબ જ ઝડપથી નિયંત્રિત કરે છે. આ સાથે ડ્રાય ફ્રૂટ્સ પણ ઘણી મદદ કરે છે.
શાકભાજીના સેવનથી પણ તમે હિનમોગ્લોબિનની ઉણપ દૂર કરી સકો છો. બીટરૂટને સલાડના રૂપમાં પીવાથી અથવા તેનો રસ કાઢીને તેનું સેવન કરવાથી શરીરમાં ક્યારેય લોહીની ઉણપ નહીં થાય.
હિમોગ્લોબિનની ઉણપને દૂર કરવા ફળો પણ બેસ્ટ ઓપ્શન છે જેમાં જામૂન અને સફરજન શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ બંને ફળોમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, તેથી તમે તેનું સેવન કરી શકો છો. ઉનાળામાં જામુન પુષ્કળ પ્રમાણમાં આવે છે પરંતુ સેવ 12 મહિના સુધી મળે છે.
આ સાથે જ ફણગાવેલા કઠઓળ પણ ઉત્તમ છે. મગ, ચણા, મેથી અને બીજી ઘણી વસ્તુઓને રાત્રે પલાળી રાખો, તેને અંકુરિત કરો અને તેનું સેવન કરો. દરરોજ તેનું સેવન કરવાથી તમારા શરીરમાં આયર્નની કમી ક્યારેય નહીં થાય.