CBSE બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર,94.40 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
- CBSE બોર્ડનું ધોરણ 10 નું પરિણામ જાહેર
- 94.40 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
- એક ક્લિકથી જુઓ તમારું પરિણામ
દિલ્હી:CBSE બોર્ડે આજે 10મી ટર્મ 2નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે.આ વર્ષ 2022માં કુલ 94.40 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. લાંબી રાહ જોયા બાદ આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમે તેને CBSE ની અધિકૃત વેબસાઇટ પર ચકાસી શકો છો.
પાછલા વર્ષોની જેમ, CBSE બોર્ડ પરીક્ષા પરિણામ લિંક DigiLocker એપ અને વેબસાઇટ digilocker.gov.in પર ઉપલબ્ધ છે.CBSE બોર્ડ પરીક્ષાની માર્કશીટ, પ્રમાણપત્રો અને સ્થળાંતર પ્રમાણપત્રો પણ ડિજીલોકર દ્વારા જારી કરવામાં આવે છે.
ડિજીલોકર એપ પર 10માનું પરિણામ કેવી રીતે ચેક કરવું તે જાણો
1: વિદ્યાર્થીઓ સ્માર્ટ ફોનમાં Digilocker વેબસાઇટ digilocker.gov.in પર જઈ શકે છે અથવા પ્લે સ્ટોર પર જઈને Digilocker એપ ડાઉનલોડ કરી શકે છે.
2: હોમ પેજ પર, સાઇન અપ લિંક પર ક્લિક કરો.
3: તમારું નામ (જે આધાર કાર્ડ પર પણ છે), જન્મ તારીખ, કેટેગરી, વેલિડ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર નંબર અને 6-અંકની સુરક્ષા પિન દાખલ કરો.
4: બધી જરૂરી વિગતો ભર્યા પછી, યુઝરનેમ સેટ કરો.
5: એકાઉન્ટ બની ગયા પછી, ‘CBSE વર્ગ 10 પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.
6: તમારો રોલ નંબર અને નોંધાયેલ મોબાઇલ નંબર દાખલ કરો.તમારું પરિણામ સ્ક્રીન પર ખુલશે
7: તેને ચેક અને ડાઉનલોડ કર્યા પછી, તમે પ્રિન્ટઆઉટ લઈ શકો છો અને તેને તમારી સાથે રાખી શકો છો.