1. Home
  2. ગુજરાતી
  3. મુલતાન સૂર્ય મંદિર અને નરસિંહ મંદિરની ભવ્યથી સ્વર્ણનગરી તરીકે ઓળખાતું
મુલતાન સૂર્ય મંદિર અને નરસિંહ મંદિરની ભવ્યથી સ્વર્ણનગરી તરીકે ઓળખાતું

મુલતાન સૂર્ય મંદિર અને નરસિંહ મંદિરની ભવ્યથી સ્વર્ણનગરી તરીકે ઓળખાતું

0
Social Share

મુલતાનમાં પ્રાચીન સૂર્ય મંદિર અને પ્રહલાદપુરીનું નહસિંહ મંદિર આવેલું હતું. આ બંને મંદિરોની ભવ્યતા અને ખ્યાતિ દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલી હતી. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવામાં આવતા હતા. શ્રદ્ધાળુઓ ભગવાન સૂર્યને પોતાની આવકનો અડધો ભાગ પણ અર્પણ કરતા હતા. મુલતાનના ધાર્મિક સ્થળોની ભવ્યના કારણે જ ઈસા પૂર્વકાળના પ્રારંભિક ઈસ્વી સદીઓ સુધી ગ્રીક અને ફારસી ઈતિહાસકારો તેને સ્વર્ણ નગરી તરીકે ઓળખતા હતા.

  • ભવ્ય સૂર્ય મંદિર

7મી સદીના ચીની પ્રવાસી વ્હાન્ટસાંગએ આ મંદિરની ભવ્યતાના વર્ણન અને દેશભરના તીર્થયાત્રીઓ અને મંદિરના મુલાકાતીઓની સંખ્યા અનુસાર, આ સ્થાન તિરુપતિના ભગવાન વેંકટેશ્વર, તિરુવનંતપુરમના પદ્મનાભસ્વામી, નાથદ્વારાના શ્રીનાથજી મંદિરો અને તિરુપતિ સમકક્ષ ગણાવ્યું હતું. આક્રમણકારી સિકંદર પણ આ મંદિરની ભવ્યતા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયો. મુલતાન સમૃદ્ધ બજાર બજારોને કારણે વિશ્વના સૌથી મોટા શહેરોમાંનું એક હતું. 1026 માં આક્રમણકારી મહમૂદ ગઝનવી દ્વારા મંદિરને તોડી પાડ્યુ હતું અને અહીં 6000 અધિકારીઓ અને કર્મચારીઓ અને લગભગ 1200 પરિચારકોની હત્યા કરી હતી અને કેટલાક લોકોને ગુલામ બનાવ્યાં હતા.

હિન્દુઓનું મૂળસ્થાન એટલે મુલતાન, મુસ્લિમ આક્રમણકારોએ સૂર્ય મંદિર સહિતના ધાર્મિક સ્થળો નષ્ટ કર્યાં

  • સૂર્ય પ્રતિમાનું પ્રાચીન વર્ણન                      

ભગવાન સૂર્યના આ મંદિરમાં લોકો તેમની આવકનો અડધો ભાગ અર્પણ કરતા હતા. મુસ્લિમ ઈતિહાસકાર ઈબ્ન બલ નદીમ (932-998) અનુસાર, સૂર્યની આ પ્રતિમાની ઊંચાઈ 7 યાર્ડ હતી અને મંદિરની ઊંચાઈ 180 યાર્ડ હતી. 1026 માં જ્યારે આ મંદિરને મહમૂદ ગઝનવી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું, ત્યારે તે ફરી એકવાર મુલતાનના હિંદુઓએ ફરીથી બનાવ્યું હતું. અલબેરુનીએ અગિયારમી સદીના ઉત્તરાર્ધમાં મુલતાનની મુલાકાત દરમિયાન આ જ નવી લાકડાની પ્રતિમા જોઈ હતી.

  • પ્રહલાદપુરીનું નરસિંહ મંદિર

મુલતાનના પ્રહલાદપુરીનું નરસિંહ મંદિર પણ ખૂબ ભવ્ય હતું. કનિંગહામ 1861માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના મહાનિર્દેશક હતા, તેમણે પણ ઉલ્લેખ કર્યો છે કે, આઠમી સદીમાં આરબ આક્રમણમાં આ સ્થળોના નાશ ન હતો કરાયો ત્યાં સુધી આ મંદિરના સ્તંભો સોનાથી મઢેલા હતા. ડૉ. એ.એન. ખાનના જણાવ્યા અનુસાર, મહારાજા રણજીત સિંહ દ્વારા મુલતાન પર વિજય મેળવ્યા પછી, હિંદુઓએ 1818માં આ મંદિરને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કર્યા હતા. એલેક્ઝાન્ડર બર્ન્સે પણ 1831માં પ્રાચીન નરસિંહ મંદિરના સ્તંભો અને અવશેષોનું વર્ણન કર્યું છે. પ્રહલાદપુરી પ્રહલાદ અને હિરણ્યકશિપુની રાજધાની હતી. અહીં ભક્ત પ્રહલાદ અને હિરણ્યકશિપુનો મહેલ હતો જ્યાં ભગવાન નરસિંહ પ્રગટ થયા હતા. સૂર્ય સહિત દેવતાઓ અને જીવોનો જન્મ હિરણ્યકશિપુના પિતા ઋષિ કશ્યપથી થયો હતો. તેથી તે મૂળ સ્થાન કહેવાય છે, જેનો અપભ્રંશ મુલતાન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code