ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 5.8ની તીવ્રતા નોંધાઈ
- ઈરાનમાં ભૂકંપના આંચકા
- કોઈ જાનહાનિ કે નુકસાન નહીં
- લોકોમાં ડરનો માહોલ
દિલ્હી:ઈરાનના દક્ષિણી પ્રાંત હોરર્મોઝગાનમાં શનિવારે સાંજે બે મધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.દેશની સરકારી ટીવી ચેનલે આ જાણકારી આપી છે. IRNA ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે,ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી, પરંતુ આંચકાના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા.
સમાચારમાં કહેવામાં આવ્યું છે કે પહેલો આંચકો રાત્રે 8 વાગ્યા પછી આવ્યો હતો અને તેની તીવ્રતા 5.7 હતી અને ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. બીજો ભૂકંપ બે મિનિટ પછી આવ્યો, જેની તીવ્રતા 5.8 હતી અને તેનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી નવ કિલોમીટરની ઊંડાઈએ હતું.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે