ચોમાસામાં મચ્છરોથી બચવા માટે ઘરમાં આ છોડનું કરો રોપણ
ચોમાસામાં સૌથી વધારે સમસ્યા સર્જાતી હોય છે મચ્છરથી, મોટાભાગના લોકોને ખબર હશે કે મચ્છરથી અનેક પ્રકારની બીમારી થાય છે અને ખાસ કરીને જો ભૂલથી પણ ચોમાસાના સમયમાં મચ્છર કરડી ગયું તો તો સમસ્યા વધારે ભારે થઈ જાય છે. આવામાં જો મચ્છરથી બચવા માટે આ કામ કરવામાં આવે તો મચ્છર કરડતા પણ નથી અને રાહત પણ રહે છે.
વાત એવી છે કે ચોમાસામાં મચ્છરથી બચવા માટે લોકો મોર્ટિન, અને મચ્છર ભગાવવા માટેની અનેક તરકીબો ઉપયોગ કરતા હોય છે પરંતુ ઘરમાં કેટલાક પ્રકારના છોડને રોપવાથી પણ મચ્છરના ત્રાસને ઓછો કરી શકાય છે.
જો સૌથી પહેલા વાત કરવામાં આવે સિટ્રોનેલા છોડની તો આ એક એવો છોડ છે જે મચ્છરોને ભગાડવા માટે ખૂબ જ અસરકારક ઉપાય માનવામાં આવે છે. તેનો ઉપયોગ કેટલીક મચ્છર ભગાડનાર ક્રીમ અને રિપેલન્ટમાં પણ થાય છે. આ પ્લાન્ટ ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરો સામે પણ રક્ષણ કરવામાં સક્ષમ હોવાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત ખુશબોદાર છોડનો પણ ઉપયોગ કરી શકાય છે. ફુદીનાના પાન જેવો દેખાતો આ છોડ સૂર્ય અને છાંયડા બંનેમાં ખીલી શકે છે. તે જંતુનાશક કરતાં વધુ અસરકારક માનવામાં આવે છે. આ છોડને તમે ઘરના આંગણામાં, બાલ્કનીમાં તેમજ ઘરની અંદર પણ રાખી શકો છો. મચ્છરો ઉપરાંત, આ અન્ય જંતુઓ અને કરોળિયા સામે રક્ષણ કરવામાં પણ મદદ કરશે.
તુલસીની વાત કરવામાં આવે તો તુલસી એક એવો છોડ છે જે મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. તેને ઘરની બાલ્કની અથવા મુખ્ય દરવાજા, બારીની આસપાસ લગાવવાથી તે જગ્યા સાફ થઈ જશે અને મચ્છરોના પ્રવેશ પર નિયંત્રણ આવશે. તેની વાસના કારણે મચ્છર પણ ઘરથી દૂર રહે છે.
ઉલ્લેખનીય છે કે આ માહિતીને માત્ર જાણકારી માટે તૈયાર કરવામાં આવી છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.