કોરોનાની વચ્ચે મંકીપોક્સનો વધ્યો ખતરો,મેક્સિકોમાં 60 કેસોની થઇ પુષ્ટિ
- મંકીપોક્સના વધતા જતા કેસો
- મેક્સિકોમાં 60 કેસોની થઇ પુષ્ટિ
દિલ્હી:કોરોનાના કહેરથી દુનિયા હજુ સુધી બહાર નથી નીકળી શકી, આ વચ્ચે વધુ એક વાયરસ લોકોને ડરાવા લાગ્યો છે.આ નવા વાયરસનું નામ મંકીપોક્સ છે.મેક્સિકોએ મંકીપોક્સના 60 કેસની પુષ્ટિ કરી છે.મેક્સિકોના પ્રિવેન્શન અને હેલ્થ પ્રમોશન માટેના અંડર સેક્રેટરી હ્યુગો લોપેઝ-ગેટેલે મંગળવારે આ માહિતી આપી હતી. લોપેઝ-ગેટેલે કહ્યું કે,મેક્સિકોમાં મંકીપોક્સથી અત્યાર સુધી કોઈ મૃત્યુ થયું નથી.
લોપેઝે વધુમાં કહ્યું કે “ફક્ત પાંચ કે છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કારણ કે તેઓમાં ગંભીર રોગપ્રતિકારક દમન હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સામાન્ય રીતે બધા લગભગ 21 દિવસમાં સ્વસ્થ થઈ ગયા છે.”
11 મેક્સીકન શહેરોમાં મંકીપોક્સના કેસો નોંધાયા છે, જે શીતળાનું કારણ બનેલા વાયરસથી સંબંધિત છે, પરંતુ દર્દીઓમાં હળવા લક્ષણો હોય છે અને તે ભાગ્યે જ જીવલેણ હોઈ શકે છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, 75 દેશો અને પ્રદેશોમાં 16,000 થી વધુ મંકીપોક્સના કેસ નોંધાયા છે અને પાંચ સંબંધિત મૃત્યુ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ શનિવારે મંકીપોક્સના પ્રકોપને લઈને ઈમરજન્સી જાહેર કરી હતી.