આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થતા રાજકોટના શિવાલયો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
- આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ
- શિવમંદિરમાં ભક્તોની ભીડ ઉમટી
- હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો
- ભક્તો જલાભિષેક,બિલીપત્રથી કરી રહ્યાં છે આરાધના
રાજકોટ:ભગવાન શિવને હિન્દુ ધર્મના સૌથી લોકપ્રિય દેવતાઓમાંના એક માનવામાં આવે છે. જો કે દરેક દિવસ ભગવાન શિવની આરાધના કરવાના અવસરથી ઓછો નથી, તેમાં પણ જો શ્રાવણ મહિનો હોય તો આ અવસર શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે.ત્યારે રાજ્યના શિવલાયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.રાજકોટના શિવાલયો હર-હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે.તો ભક્તો જલાભિષેક, દૂધાભિષેક અને બિલીપત્રથી મહાદેવની આરાધના કરી રહ્યાં છે.
આજે શ્રાવણનો પહેલો દિવસ હોવાથી શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે. મહાદેવનાં દર્શન માટે લોકોની ભીંડ જામી છે.શિવાલયોમાં સમગ્ર મહિના દરમિયાન ખાસ કરીને દર સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી જોવા મળશે દેવોના દેવ મહાદેવના ભક્તો મોટી સંખ્યામાં ભગવાન ભોલેનાથની પૂજા કરે છે.