શ્રાવણ મહિનામાં તમારા ઘરના વાતાવરણને આ બોલિવૂડના ભગવાન શંકરના સોંગથી બનાવો ભક્તિમય
શ્રાવણ મહિનાઓ આરંભ થઈ ગયો છે ત્યારે સોશિયલ મીડિયામાં અનેક દેવાલયો અને શંકરભગવાનની મર્તિઓના વીડિયોઝ સામે આવી રહ્યા છે આ સાથે જ બોલિવૂડના કેટલાક એવરગ્રીન ભગવાન શંકરને લઈને બનાવવામાં આવેલા સોંગનો મહિમા જોવા મળઅયો છે,શોસિયલ મીડ્યા પર સતત શકંર ભગવાનના સોંગ સાંભળવા મળી રહ્યા છે, રિલ્સમાં ખાક કરીને મહાદેવને લગતા સોંગનો મહિમા સાંભળવા મળી રહ્યો છે તો ચાલો જાણીએ શ્રાવણ મહિનામાં ચાલતા આ ભગવાન શિવના કેટલાક ભક્તિ સોંગ
સાવન મહિનામાં લોકો ભગવાન શિવની પૂરા દિલથી પૂજા કરે છે. સાવન માસમાં દરેક સોમવારે ભગવાન શિવ અને ગૌરીની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. પવિત્ર શવન માસમાં કરવામાં આવતી પૂજા અને ઉપવાસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. આ દરમિયાન બાબા ભોલેનાથની કૃપા તેમના ભક્તો પર બની રહે છે. આ સાથે જ તેમના વ્રત કરવાથી તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આ સમયે ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે. વહેલી સવારે ઘરોમાં ભગવાન શિવના મંત્રોચ્ચારની ધૂન, સ્તોત્રો અને ગીતો સંભળાય છે. આ લેખમાં, અમે તમને મહાદેવના કેટલાક પ્રખ્યાત ગીતો અને સ્તુતિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ભક્તોએ તેમના પ્લેલિસ્ટમાં ચોક્કસપણે ઉમેરવું જોઈએ,
1 – જય હો શિવ શંકરા
જય હો શિવ શંકર એ સારા અલી ખાન અને દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અભિનીત ફિલ્મ “કેદારનાથ” નું સોંગ છે. આ ગીત બાબા ભોલેનાથની મહિમા અને ભક્તિથી ભરપૂર છે.
2-કોન હે કોન હે વો
2015માં આવેલી ફિલ્મ “બાહુબલીઃ ધ બિગનિંગ” એ બોલિવૂડના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સિનેમેટોગ્રાફીથી લઈને વાર્તા, દિગ્દર્શન, અભિનય બધું જ જબરદસ્ત હતું. તે જ સમયે, આ ફિલ્મના ગીતો પણ એટલા જ સુપરહિટ હતા, જેમાંથી શિવ ભક્તિથી ભરેલું “કૌન હૈ કૌન હૈ વો” ગીત પણ છે. જે શિવના મહિમાને ખૂબ સારી રીતે વર્ણવે છે.
3- એવરગ્રીન સોંગ સત્યમ શિવમ સુંદરમ
ઝીનત અમાન અને શશિ કપૂર અભિનીત સુપરહિટ ફિલ્મ “સત્યમ શિવમ સુંદરમ” નું ટાઈટલ સોંગ એક માઈલસ્ટોન સાબિત થયું. આ ફિલ્મ 1978માં આવી હતી. આ ગીત આજે પણ ધાર્મિક કાર્યક્રમોમાં વગાડવામાં આવે છે. આ ગીતમાં લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને લતા મંગેશકરનો અવાજ ઉમેરાયો.
4- શિવ જી સત્ય હે
શિવ જી સત્ય હૈ ફિલ્મ “અબ તુમ્હારે હવાલે વતન સાથી”ઓ નું છે. આજ સુધી લોકોના દિલમાં જગ્યા બનાવી છે. જબરદસ્ત સંગીત અને ગીતોથી સુશોભિત આ ગીત મંદિરો અને સ્ટોર્સમાં પણ ઘણું ચાલે છે. આ ગીતમાં સોનુ નિગમ, કુણાલ ગાંજાવાલા અને સુખવિંદર સિંહે અવાજ આપ્યો છે.