ગાંધીનગરઃ રાજ્યના અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા પડશે. લોકોની સુરક્ષા અને સલામતીમાં સામેલ થાય તેવા હેતુથી જનભાગીદારીથી સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાડવા અને પ્રવેશ નિયંત્રણ પગલાં ફરજિયાત કરવાના હેતુથી ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો સોમવાર 1 ઓગસ્ટ-2022થી અમલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ અિધનિયમ અનુસાર એકજ સમયે 1 હજાર લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમિયાન એક હજાર લોકોની અવર-જવર રહેતી હોય તેવી સંસ્થાઓએ સીસીટીવી લગાડવાના રહેશે. એટલું જ નહી, 30 દિવસના ફૂટેજ સાચવવાના રહેશે. પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વીડિયો ફૂટેજ માંગી શકશે. આ અધિનિયમના સરળતાથી અમલીકરણ માટે જાહેર સલામતી સમિતિની રચના જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.
રાજ્ય સરકારે ગુજરાત જાહેર સલામતી (પગલાં) અમલીકરણ અધિનિયમ-2022નો આજે 1લી ઓગસ્ટને સોમવારથી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આ અિધનિયમ અનુસાર એકજ સમયે એક હજાર લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમિયાન એક હજાર લોકોની અવર-જવર રહેતી હોય તેવી સંસ્થાઓએ સીસીટીવી લગાડવાના રહેશે. અમદાવાદ સહિત મહાનગરોમાં આ નિયમ લાગુ પડશે. એકજ સમયે 1 હજાર લોકો ભેગા થતા હોય અથવા દિવસ દરમિયાન એક હજાર લોકોની અવર-જવર રહેતી હોય તેવી સંસ્થાઓએ સીસીટીવી લગાડવાના રહેશે.સીસીટીવીના 30 દિવસના ફૂટેજ સાચવવાના રહેશે. પી.એસ.આઇ કે તેથી ઉપરની કક્ષાના અધિકારીઓ ગુનાની તપાસ માટે આવા વીડિયો ફૂટેજ માંગી શકશે. તદઅનુસાર, મહાનગરપાલિકા વિસ્તારો માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ રચવામાં આવશે તેમજ નાયબ પોલીસ અધિક્ષકથી ઉપરની કક્ષાના ના હોય તેવા અધિકારી સભ્ય સચિવ રહેશે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સમિતિના સભ્ય રહેશે તેમજ જે વિસ્તારને અધિનિયમની જોગવાઈ લાગુ પડતી હોય તે વિસ્તારમાં આવેલા એકમોના એસોસિએશનના ત્રણ કરતા વધુ ન હોય એટલા પ્રતિનિધિઓ પણ સમિતિના સભ્ય રહેશે તથા તેમની નિયુક્તિનો વધુમાં વધુ સમયગાળો બે વર્ષનો રહેશે.પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમિતિના સભ્ય સચિવ તરીકે નાયબ પોલીસ કમિશનર કામગીરી બજાવશે. આવી સમિતિ દ્વારા લેખિતમાં ભલામણ કરવામાં આવ્યા હોય તેવા જાહેર સલામતીના પગલાં 6 મહિનાની અંદર લેવા સંબંધિત સંસ્થાઓ માટે ફરજિયાત રહેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ અધિનિયમમાં એવી જોગવાઈ પણ કરવામાં આવી છે કે, જાહેર સલામતી સમિતિ કે જાહેર સલામતિ પેટા સમિતિ દ્વારા અધિકૃત કરવામાં આવ્યા હોય તેવા અધિકારી બે દિવસની નોટીસ/સૂચના આપ્યા પછી દિવસના વ્યાજબી કલાકોમાં આવા એકમો, સંસ્થાઓમાં સીસીટીવી કેમેરાની સિસ્ટમનું નિરીક્ષણ કરીને કોઇ પણ ડિફોલ્ટ અથવા ઉલ્લંઘનના કિસ્સામાં જાહેર સુરક્ષા સમિતિને પોતાનો અહેવાલ આપશે. કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા જાહેર સલામતી સમિતિ દ્વારા કરવામાં આવેલા હુકમ સામે 30 દિવસની મર્યાદામાં જિલ્લા મેજિસ્ટ્રેટને અપીલ કરી શકશે. તેવી જોગવાઇ પણ આ અધિનિયમમાં રાખવામાં આવેલી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અપીલ દાખલ કર્યાની તારીખથી 60 દિવસમાં નિર્ણય આપવાનો રહેશે. તેમજ દંડની રકમ મહેસુલી રાહે વસુલ કરવાની રહેશે. આ અધિનિયમનો અમલ થતાં રાજ્યના નગરો મહાનગરોમાં નાગરિકોની સલામતી અને સુરક્ષાના ઉપાયો વધુ સંગીન બનશે.