1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસને લીધે 21મી ઓગસ્ટ સુધી પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ મુકાયો
રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસને લીધે 21મી ઓગસ્ટ સુધી પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ મુકાયો

રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસને લીધે 21મી ઓગસ્ટ સુધી પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ મુકાયો

0
Social Share

રાજકોટઃ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પશુઓમાં લમ્પીના વાયરસથી અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે. દરમિયાન રાજકોટ જિલ્લા કલેક્ટરે લમ્પીના રોગચાળાને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં અન્ય રાજ્યો-જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એટલે કે 21 ઓગષ્ટ સુધી એક ગામમાથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરી શકાશે નહીં.

સૌરાષ્ટ્ર-કચ્છમાં પશુઓમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે. રાજકોટમાં લમ્પીના કારણે અનેક પશુનાં મૃત્યુ થયા છે, ત્યારે રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાં એક ગામમાંથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરી શકાશે નહીં. આ જાહેરનામું 21 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. રાજકોટના દરેક તાલુકાઓમાંથી એક ગામમાંથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પશુઓના વેપાર, પશુમેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતા હોય તેવા આયોજનો ઉપર મનાઇ ફરમાવવામાં આવી છે. કોઈ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગવાળા મૃતક જાનવરોના મૃતદેહ અથવા તેના કોઈ ભાગને ખુલ્લા કે છૂટા છોડી દેવાની અથવા તેમને લાવવા લઇ જવા નહીં.

કલેક્ટરે જારી કરેલા જાહેરનામામાં લમ્પી સ્કિન રોગથી સંક્રમિત જાનવરો જે જગ્યાએ હોય તે જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યાને સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગ બીજનો નાશ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત જે પશુ લમ્પી સ્કીન રોગ થયો છે તેમ જણાતું હોય તેવા જાનવરોને એકમેકથી છૂટા રાખવા તે મુજબની વ્યવસ્થા કરવા જણાવાયું છે. આ જાહેરનામું રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં 21 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર દંડ તેમજ શિક્ષાને પાત્ર થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code