મહેમાનો માટે બનાવો બાસુંદી,અહીં જાણો તેને બનાવવાની રીત
મહેમાનો આવે ત્યારે લોકો વિચારમાં પડી જતા હોય છે કે મીઠામાં શું બનાવું ? પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી.કોઈ પણ તહેવાર હોય કે મહેમાન આવવાના હોય તમે મીઠામાં સરળતાથી બાસુંદી બનાવી શકો છો.તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી.
સામગ્રી
દૂધ – 2 લિટર
બદામ – 1 કપ
કાજુ – 1 કપ
પિસ્તા – 1 કપ
ખાંડ – 5 ચમચી
કેસર – 1 ચમચી
જાયફળ – 2 ચમચી
એલચી પાવડર – 1 ચમચી
ચિરોંજી – 2 ચમચી
ગુલાબના ફૂલો – 1 કપ
બનાવવાની રીત
1. સૌથી પહેલા એક વાસણમાં દૂધ અને કેસર નાખો.
2. પછી દૂધને ધીમી આંચ પર 15 મિનિટ સુધી ગરમ કરો.
3. જ્યારે દૂધ અડધુ થઈ જાય અને મલાઈ થવા લાગે તો તેમાં ઈલાયચી પાવડર, ચિરોંજી, ખાંડ, ગુલાબના ફૂલ અને જાયફળ નાખો.
4. આ પછી તેને સારી રીતે હલાવો. મિશ્રણને 20 મિનિટ સુધી હલાવો.
5.પછી તેમાં ખાંડ ઉમેરો. ખાંડને સારી રીતે ઓગળવા દો.
6. ખાંડ ઓગળી જાય પછી તેની ઉપર બદામ, પિસ્તા અને કાજુ નાખો.
7. કાજુ, બદામ, પિસ્તા નાખ્યા પછી ગેસ બંધ કરી દો.
8. તમારી બાસુંદી તૈયાર છે.ગરમાગરમ સર્વ કરો.
9. જો તમારે ઠંડી બાસુંદીની મજા લેવી હોય તો તેને થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દો.