કોરોનાના કેસમાં રાહતઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 16 હજારથી વધુ કેસ નોંધાયા
- દેશમાં કોરોનાના કેસમાં રાહત
- 24 કલાકમાં 16 હજાર 464 કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો ઘટાડો સામે આવી રહી છે, જો કે આજે કોરોનાના કેસમાં થોડી રાહતના સમાચાર મળી રહ્યા છે,છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસોમાં થોડા ઘટાડો જોવા મળ્યો છે.ગઈકાલની સરખામણીમાં આજે 3 હજાર કેસ ઘટ્યા છે.
શનિવાર એટલે કે 30 જુલાઈની સરખામણીએ રવિવારે 11.5 ટકા ઓછા કેસ નોંધાયા હતા. 30 જુલાઈએ દેશમાં એક જ દિવસમાં કોરોનાના 20 હજાર 408 નવા કેસ નોંધાયા હતા. જે બાદ દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,40,00,138 થઈ ગઈ હતી. તે જ સમયે, ચેપને કારણે શનિવારે 44 લોકોના મોત થયા હતા.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 16 હજાર 464 નવા કેસ સામે આવ્યા છે. જઆ સહીત આ સમયગાળા દરમિયાન કોરોનાના કારણે 39 દર્દીઓના મોત પણ નોંધાયા છે. જો કે વિતેલા દિવસની સરખામણીમાં નોંધાયેલા કેસોમાં થોડો ઘટાડો જોઈ શકાય છે.
દેશમાં ચાલી રહેલા મોટા પાયે રસીકરણીન વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર કોરોના રસીના 8,34,167 ડોઝ આપવામાં આવ્યા હતા, જેનાથી અત્યાર સુધીમાં કુલ રસીકરણની સંખ્યા 2,04,34,03,676 પર પહોંચી ચૂકી છે