શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સોમનાથ મંદિર હર-હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું – ટ્રસ્ટ દ્રારા પત્રકારોના કવરેજ પર પ્રતિબંધ મૂકતા મીડિયાકર્મીઓમાં રોષ
- આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર
- સોમનાથ દાદાના દર્શને ભક્તોની ભારે ભીડ જામી
- પત્રકારોને કવરેજ કરવા પર ટ્રસ્ટે મૂક્યો પ્રતિબંધ
વેરાવળઃ– શુક્રવારના રોજથી પવિત્ર શ્રાવણ સામનો આરંભ થઈ ગયો છે ત્યારે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે,જેને લઈને રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોનો મેળાવડો જોવા મળ્યો છે.ખાસ કરીને પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે સાથે સવારની આરતી દરમિયાન મંદિર હર હર મહાદેવના નાદથી ગૂંજી ઇઉઠ્યું હતું, જેને લઈને ચારે તરફ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.
આજે સોમનાથ દાદાના દર્શને માત્ર સ્થાનિકો જ નહી પરંતુ રાજ્યભરમાંથી લોકો આવ્યા છે,જેના કારણે સોમનાથમાં ભારે ભીડ જામીછે, પાર્કિગ પણ ફુલ જોવા મળ્યું છે તો સાથે આસપાસના નાના મોટા મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી છે.
ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિનાની શરુઆતમાં વેરાવળ-સોમનાથનું વાતાવરણ કંઈક અલગ જ જોવા મળે છે, અહીના વાતાવરણમાં અદભૂત શાંતિનો એહસાસા થાય છે,ચારેતરફ મંદિરો હર હર મહાદેવ અને શિવ શિવના નાદથી ઘૂંજી ઉઠે છે જેથી ભોલેનાથના ભક્તો આ લ્હાવો લેવા અહી આવતા હોય છે.આ સાથે જ શ્રાવણ માસમાં સ્થાનિકોની આવકમાં વધારો થાય છે,નાના મોટા ઘંઘા-ઉદ્યોગોને વેગ મળે છે,બહારથી આવતા પ્રવાસીઓના કારણે હોટલ અને ભોજનાલયોમાં ભીડ જામે છે.
ટ્રસ્ટે પત્રકારોના કવરેજ પણ પ્રતિબંધ મૂકતા મીડિયા કર્મીઓમાં રોષ
જો કે બીજી મહત્વની વાત એ છે કે અહીં મીડિયા કર્મીઓ એટલે કે પત્રકારો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેના કારણે મીડિયાકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યો અને મંદિરના ગેટની સામે જ કાળી પટ્ટી લગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
મંદિરની બહાર જ અનેક પત્રકારોના ટોળા બેસેલા જોવા મળ્યા છે તેઓ સુત્રો ચાર કરીને આ વાતનો વિરોધ નોંધાવી રહ્યા છે.તેઓ કહી રહ્યા છે કે અમે પત્રકારો છીએ.