વિદ્યાર્થીઓને લઈને ઉત્તરપ્રદેશમાં સખ્ત આદેશ જારી -શાળાના ગણવેશમાં હવે મોલ-રેસ્ટોરન્ટમાં નહી મળે પ્રવેશ
- ઉત્તરપ્રદેશમાં આદેશ જારી
- સ્કુલના ગણવેશમાં વિદ્યાર્થીઓને મોલ.રેસ્ટોરન્ટ અને પાર્કમાં પ્રવેશવા દેવાશે નહી
લખનૌઃ- આજકાલ શાળાના બાળકો ગણવેશમાં જ પાર્ક ,રેસ્ટોરન્ટ અને મોલમાં ફરતા ઘણી જગ્યાએ આપણે જોયા હશે, ઘણી વખત તો એવું બનતું હોય છે કે સ્કુલમાં જ્યારે મોટી રિસેસ પડે ત્યારે બાળકો મોલમાં કે પાર્કમાં રખડવા જતા રહેતા હોય :s જો કે હવે ઉત્તરપ્રદેશની સરકાર આ પ્રકારના વિદ્યાર્થીઓને લઈને સખ્ત વલણ અપનાવ્યું છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તરપ્રદેશમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગે હવે શાળાના યુનિફોર્મમાં ફરતા બાળકોને લઈને એક આદેશ જારી કર્યો છે જેમાં સાફ કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ એ સ્કુલ યુનિફોર્મ પહેર્યો હોય તેઓને મોલમાં, રેસ્ટોરન્ટમાં કે જાહેર ગદાર્ડનમાં પ્રવેશ આપવા દેવામાં નહી આવે અને જે તે સંચાલકો આ આદેશનું પાલન નહી કરે તો તેના સામે કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે.
આયોગે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને શાળાના સમય દરમિયાન જાહેર સ્થળોએ શાળાના ગણવેશમાં બાળકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. કમિશનના સભ્ય ડૉ. શુચિતા ચતુર્વેદીએ આદેશમાં જણાવ્યું હતું કે, ઘણી વખત વિદ્યાર્થીઓ શાળામાંથી મોલ પાર્ક કે રેસ્ટોરન્ટમાં જોવા મળે છે જેને લઈને આ આદેશ આપવો જરુરી બન્યો છે.
આ માટેનું કારણ આપતા આયોગ દ્રારા જણાવાયું છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેથી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે, તમામ જિલ્લા મેજિસ્ટ્રેટોએ કમિશનની સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને એક અઠવાડિયામાં કાર્યવાહી વિશે જાણ કરવી જોઈએ.