સાઉદી અરબમાં રણપ્રદેશના પેટાળમાંથી પ્રાચીન મંદિર અને માનવ વસાહતના અવશેષ મળ્યાં
નવી દિલ્હીઃ સાઉદી અરબમાં ખોદકામ અને સર્વેની કામગીરી દરમિયાન પથ્થરનું પ્રાચીન મંદિર તથા ધાર્મિક શિલાલેખ મળી આવ્યાં છે. અહીં 8 હજાર વર્ષ જૂની માનવ વસાહતના અવશેષ પણ મળી આવ્યાં છે. એટલું જ નહીં અગલ-અલગ સ્થળ પરથી 2807 કબ્ર પણ આવી હતી. પથ્થર ઉપર આર્ટવર્ક અને શિલાલેખ મારફતે એક વ્યક્તિની વાર્તા પણ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. સાઉદી અરબનમાં અલ-રૂબ અલ-ખાલી નામના રણપ્રદેશના કિનારા ઉપર આ સ્થળ મળી આવ્યું હતું. આ સ્થળ અલ-ફાઓ તરીકે ઓળખવામાં આવે છે.
એક રિપોર્ટ અનુસાર, અલ-ફાઓમાં સાઉદી અરબ હેરિટેઝ કમિશનની તરફથી એક મલ્ટી નેશનલ ટીમ સર્વે કરવા ગઈ હતી. આ ટીમના સર્વેમાં અનેક ચોંકાવનારી વસ્તુઓ પેટાળમાંથી મળી આવી હતી. જેમાં સૌથી મહત્વનું પથ્થરનું બનેલુ પ્રાચીન મંદિર અને વેદીના કેટલોક ભાગનો સમાવેશ થાય છે. એવુ મનાય છે કે, અહીં વસતા લોકો મંદિરે અનુષ્ઠાન કરતા હતા. અલ-ફાઓના પૂર્વ વિસ્તારમાંથી મળેલુ આ પ્રાચીન મંદિર માઉન્ટ તુવૈક નજીક છે. જેને ખશેમ કારિયાહ કહેવામાં આવે છે.
અહીંથી આઠ હજાર વર્ષ પહેલાના નવપાષાણકાળની માનવ વસાહતના અવશેષ પણ મળી આવ્યા છે. તેમજ જ અલગ-અલગ કાળની 1807 જેટલી કબ્ર પણ મળી આવી છે. અલ-ફાઓની જમીનની અંદર અનેક ધાર્મિક શિલાલેખ પણ મળ્યાં છે.
સર્વેમાં અલ-ફાઓની ભૌગોલિક સંરચના અંગે પણ કેટલીક મહત્વની માહિતી મળી આવી છે. જેના અભ્યાસમાં જટિલ સિંચાઈ વ્યવસ્થાનો ઉલ્લેખ છે. નહેર, પાણીના કુંડ ઉપરાંત સ્થાનિક લોકોએ અહીં માર્ગ બનાવ્યાં હતા, એટલું જ નહીં ચોમાસામાં વરસાદી પાણીના સંગ્રહની પણ વ્યવસ્થા માટે ખાડા ખોદ્યાં હતા. આમ અભ્યાસમાં રણપ્રદેશમાં પાણીનો સંગ્રહ કેવી રીતે કરાયો તે જાણી શકાયું છે.
માઉન્ટ તુવૈકના પથ્થર પર કરાયેલુ આર્ટવર્ક અને શિલાલેખ મળ્યાં છે. આ શિલાલેખમાં મધેકર બીન મુનિયમ નામની વ્યક્તિ અંગે લખાણ લખવામાં આવ્યું છે. એટલું જ નહીં પથ્થરો ઉપર કલાકૃતિ મારફતે હંટિંગ, ટ્ર્રાવેલ અને યુદ્ધ અંગેની પણ માહિતી પુરી પાડવામાં આવી છે.
દેશમાં હાજર વિરાસતને જાણવા મળે હેરિટેજ કમીશન દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. અલ-ફાઓમાંથી પ્રાચીન મંદિર સહિતની વસ્તુઓ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. હાલ તેનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરી રહ્યાં છે. એટલું જ નહીં અહીં રિસર્ચની કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે જેથી અન્ય ઐતિહાસિક વસ્તુઓ અને જાણકારી મેળવી શકાય.