દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ,નાઈજિરિયન વ્યક્તિ પોઝિટિવ મળી આવ્યો
- દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ
- નાઈજિરિયન શખ્સ પોઝિટિવ મળી આવ્યો
- દેશમાં અત્યાર સુધીમાં નવ કેસની પુષ્ટિ
દિલ્હી:રાજધાની દિલ્હીમાં મંકીપોક્સનો ત્રીજો કેસ સામે આવ્યો છે. માહિતી અનુસાર, દિલ્હીમાં રહેતો એક નાઈજીરિયન નાગરિક મંકીપોક્સથી સંક્રમિત જોવા મળ્યો છે. દિલ્હીનો આ ત્રીજો મંકીપોક્સ કેસ છે.આમ,દેશમાં અત્યાર સુધીમાં 9 કેસોની પુષ્ટિ થઇ છે.
આજે મળી આવેલ સંક્રમિત સાથે દિલ્હીમાં મંકીપોક્સનો આ ત્રીજો કેસ છે.ચેપગ્રસ્ત વ્યક્તિને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.LNJP હોસ્પિટલ મંકીપોક્સની સારવાર માટે નોડલ હોસ્પિટલ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને છેલ્લા પાંચ દિવસથી તાવ હતો અને તેમના શરીર પર ફોલ્લાઓ ઉગી ગયા હતા.તેના સેમ્પલને નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (NIV), પુણેમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.રિપોર્ટ સોમવારે સાંજે આવ્યો હતો જેમાં તે સંક્રમિત જોવા મળ્યો હતો.
આ પહેલા સોમવારે દિલ્હીમાં 35 વર્ષીય નાઈજીરિયન વ્યક્તિમાં મંકીપોક્સનો ચેપ જોવા મળ્યો હતો. તેણે તાજેતરમાં વિદેશ પ્રવાસ કર્યો નથી.