તો આ ભૂલના કારણે ખરી રહ્યા હશે તમારા વાળ,જાણો હવે શું કરવું તેના વિશે
જ્યારે પણ કોઈ વ્યક્તિના વાળ ખરે ત્યારે તેને સૌથી પહેલા તો એ ચીંતા થાય કે આગળના સમયમાં માથામાં ટાલ પડી જશે કે ગંજાપણું આવી જશે તો, પણ લોકોએ તે વાતને પણ સમજવી જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના વાળની કાળજી યોગ્ય પ્રમાણમાં નથી રાખતો ત્યારે તેના વાળ ખરે છે અથવા વાળને લગતી અનેક સમસ્યાઓ પણ ઉભી થાય છે.
કેટલાક લોકો એવી ભૂલ કરતા હોય છે કે ન્હાયા પછી ભીના વાળ રાખીને સૂતા હોય છે જે મોટી ભૂલ છે. ઘણી વખત લોકો આળસ કે અન્ય કોઈ કારણથી આવું કરે છે, પરંતુ જો આવું સતત થતું રહે તો વાળ ખરવાનું નિશ્ચિત છે. આ સિવાય વાળ પણ ફ્રિઝી થવા લાગે છે જેને ફરીથી સીધા કરવા મુશ્કેલ હોય છે. વાળ શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે.
વાળની સંભાળને લઈને ઘણી બધી ગેરસમજો લોકોમાં ફેલાયેલી છે, જેમાંથી એક છે રાત્રે વાળ બાંધીને સૂવું. વાળને ટાઈટ બાંધીને સૂવાથી માથાની ચામડીના રક્ત પરિભ્રમણમાં સમસ્યા થાય છે. આ સિવાય જ્યારે તમે સવારે ઉઠો ત્યારે વાળમાં કાંસકોનો ઉપયોગ કરવાથી તૂટવાનું જોખમ રહેલું છે. આ ઉપરાંત લોકો નિંદ્રા દરમિયાન વાળને વારંવાર સ્પર્શ કરવાની ભૂલ કરે છે. રાત્રે સૂતા પહેલા વાત કરતી વખતે પણ તેઓ વાળ સાથે ચેડા કરે છે. દરરોજ આ ભૂલનું પુનરાવર્તન કરવાથી વાળ ખરવા લાગે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.