ઉનાળાની સવારે મીઠા લીમડાના રસનું સેવન કરવાથી અનેક બીમારીનો થાય છે નાશ
- કઢી લીમડો સ્વાસ્થ્ય માટે ગુણકારી
- અનેક સમસ્યામાં આપે છે રાહત
કઢી કે પછી વધારને વધુ સ્વાદિષ્ટ અને સુગંઘિત બનાવા માટે મીઠો લીમડો એટલે કે કઢી લીમડાનો ઉપયોગ થાય ચે જો કે ભોજનના સ્વાદની સાથે સાથએ તે સ્વાસ્થ્ય પણ સુધારે છે ,કઢી લીમડાના પાનમાં કલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામીન સી, વિટામીન A વગેરે જેવા ઘણા પોષક તત્ત્વો કહોય છે. તેનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. ખાસ કરીને વજન ઘટાડવા માટે પણ તે ઉપયોગી છે.
આંખોની રોશની કરે છે તેજ –ખાલી પેટે કઢી પત્તાનું સેવન કરવાથી આંખોની રોશની તેજ બને છે, આ સહીત તેમાં જોવા મળતું વિટામિન A આંખોને સ્વસ્થ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
લીવરની સમસ્યાઓ દૂર થાય છે – લીવરની સમસ્યાઓને દૂર કરવામાં પણ ખાલી પેટે કઢી લીમડાના પાંદડાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. તે માત્ર સિરોસિસના જોખમને ઘટાડવામાં જ મદદ કરતું નથી પણ યકૃતના કાર્યમાં પણ સુધારો કરે છે.
મોર્નિંગ સીકનેસ થાય છે દૂર –
સવારની બીમારીથી છુટકારો મેળવવા માટે ખાલી પેટે કઢી લીમડાના પાંદડાના રસ સેવન કરવું સારું છે. તેના ઉપયોગથી ઉલટીની સમસ્યા તો દૂર થાય છે સાથે જ ઉબકા, ઉબકા વગેરે જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. મોર્નિંગ સિકનેસથી છુટકારો મેળવવા માટે તમે લીંબુના રસમાં ખાંડ અને કઢીના પાન ભેળવીને પણ પી શકો છો.
વજન ઉતારવામાં ફઆયદા કારક –
વધતું વજન આજે દરેક વ્યક્તિ માટે મોટી સમસ્યા બની ગયું છે. તમે ખાલી પેટે કેટલાક કઢીના પાંદડા ચાવશો તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. જો તમે ખાલી પેટે કઢી લીમજાના પાનનું સેવન કરો છો તો તમારું વજન ઘટી શકે છે. જેનાથી શરીરમાં બ્લડ સુગરને કંટ્રોલ કરવાની સાથે કોલેસ્ટ્રોલ પણ ઘટાડી શકાય છે.
પાચનતંત્રને સુધારે છે –
કઢી લીમડાના પાનનું રે રસનું સેવન કરવાથી પેટના દુખાવાની સમસ્યા દૂર થાય છે આ સાથે જ જે લોકોને કબજિયાત, એસિડિટી, અપચોથી પરેશાન હોય તેમણે ખાલી પેટે કરી પત્તાનું સેવન કરવું જોઈએ.