આજના જ દિવસે 1945માં, જાપાનના હિરોશિમાં પર ફેંક્યો હતો અમેરિકાએ અણુબોમ્બ
6 ઓગસ્ટ, દિલ્હી: બીજા વિશ્વ યુદ્ધનો સમય આજે પણ લોકોને એક કાળા સપનાની જેમ યાદ આવે છે, મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને જ્યારે અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર જ્યારે અણુ બોંમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે તો સમગ્ર વિશ્વ ચોંકી ગયું હતુ.
6 ઓગસ્ટ 1945નો દિવસ ઈતિહાસના પાનામાં કાળી શાહીથી નોંધાયેલો છે. એ જ દિવસે અમેરિકાએ જાપાનના શહેર હિરોશિમા પર પરમાણુ બોમ્બ ફેંક્યો હતો, જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા.
આ હુમલામાં 130,000 જાપાની પુરુષો, મહિલાઓ અને બાળકો માર્યા ગયા હતા. બોમ્બનું નામ ‘લિટલ બોય’ હતું જેને B-29 બોમ્બર (એનોલા ગે)ના ક્રૂ દ્વારા પાડવામાં આવ્યો હતો. યુએસના સફળ પરીક્ષણો પછી તે યુદ્ધમાં વપરાતો પહેલો અણુ બોમ્બ હતો. ત્રણ દિવસ પછી અમેરિકાએ જાપાનના અન્ય શહેર નાગાસાકી પર ‘ફેટ મેન’ નામનો બીજો બોમ્બ ફેંક્યો. આમાં 40,000 લોકો મૃત્યુ પામ્યા અને જાપાનને આત્મસમર્પણ કરવાની ફરજ પડી.
પ્લેનના ક્રૂને ખબર હતી કે તેઓ પરમાણુ બોમ્બ છોડવા જઈ રહ્યા છે, પરંતુ તેનાથી જે વિનાશ થશે તેનો કોઈને ખ્યાલ નહોતો. કેપ્ટન લુઈસ જે ટીમનો ભાગ હતો તે ટીમના ચીફ પાયલટ પોલ ટિબેટ્સ દ્વારા કમાન્ડ કરવામાં આવ્યો હતો. અમેરિકાએ મેનહટન પ્રોજેક્ટ હેઠળ વિશ્વનો પ્રથમ અણુ બોમ્બ વિકસાવ્યો હતો. જ્યારે તેઓ તૈયાર હતા ત્યારે યુએસએ જાપાન પર તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું કારણ કે એશિયન દેશના નેતાઓએ ઘૂંટણિયે જવાનો ઇનકાર કર્યો હતો.
ઈનોલા ગે ક્રૂએ તેને 6 ઓગસ્ટે 1,750 ફૂટની ઊંચાઈએથી હિરોશિમા પર પાડ્યો હતો. તેણે શહેરની 70 ટકા ઇમારતોનો નાશ કર્યો અને વિસ્ફોટમાં 70,000 લોકો તરત જ મારી ગયા, જ્યારે અન્ય લોકો પછી મૃત્યુ પામ્યા. તેણે લખ્યું, ‘હું માનું છું કે જાપાનીઓ અમે ઉતરતા પહેલા શરણાગતિ સ્વીકારી લેશે કારણ કે તેઓ ચોક્કસપણે નથી ઈચ્છતા કે અમે આવા વધુ પરમાણુ સંચાલિત બોમ્બ ફેંકીએ.’