1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં મહિલા આરોગ્ય દિવસની ઊજવણી, કર્મયોગી મહિલાઓનું સન્માન કરાયું
ભાવનગરમાં મહિલા આરોગ્ય દિવસની ઊજવણી, કર્મયોગી મહિલાઓનું સન્માન કરાયું

ભાવનગરમાં મહિલા આરોગ્ય દિવસની ઊજવણી, કર્મયોગી મહિલાઓનું સન્માન કરાયું

0
Social Share

ભાવનગરઃ  ગુજરાતમાં  તા.1 થી 7 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન ઉત્સવ’ ની ઊજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત રવિવારે ભાવનગરના મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપેયી ઓપનએર થિયેટર ખાતે મહિલા આરોગ્ય દિવસની ઊજવણી કરવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી આર.સી. મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરમાં મહિલા વિકાસના ક્ષેત્રમાં ઉત્તમકાર્ય કરનારા કર્મયોગી મહિલાઓનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી મકવાણાએ મહિલાશક્તિને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, મહિલાઓના આરોગ્ય, શિક્ષણ, રોજગાર વગેરેની ચિંતા સરકાર કરી રહી છે. મહિલાઓ જે તે ક્ષેત્રમાં આગળ વધે તે માટે પૂરતી તક અને ઉડવા માટેનું આકાશ રાજ્ય સરકાર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. જેને લઈને નારી શક્તિનું આજે ખરા અર્થમાં સશક્તિકરણ થયું છે. તેમણે મહિલાઓને સરકાર દ્વારા ચલાવાતી યોજનાઓનો વધુમાં વધુ લાભ લઇને રાજયના વિકાસને આગળ ધપાવવામાં યોગદાન આપવા અનુરોધ પણ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ દ્વારા છેવાડાની મહિલાઓ સુધી રાજ્ય સરકારના લાભ પહોંચે અને મહિલાઓ પણ પુરુષના ખભેખભા મિલાવીને વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમણે દીકરીઓને વધુને વધુ શિક્ષણ લેવાં પર ભાર મૂકીને જણાવ્યું કે, માતાઓ પણ દીકરીઓને શિક્ષણ લેવા માટેનું વાતાવરણ પૂરું પાડે અને તેમને પ્રોત્સાહિત કરે તે આજના સમયની નિતાંત આવશ્યકતા છે. આ પ્રસંગે ધારાસભ્ય વિભાવરી દવેએ જણાવ્યું કે,  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે મહિલા શક્તિને વધુ મજબૂત બનાવવા રાજયમાં અનેક મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી હતી. જેનાં પરિણામે રાજયની મહિલાઓએ આજે અનેક ક્ષેત્રે કાઠું કાઢીને સમાજ, રાજય અને દેશનું નામ રોશન કરી રહી છે. વડાપ્રધાનએ સમાજમાં દીકરીઓ માટે અનેકવિધ યોજનાઓ લાવીને દીકરીને સ્વમાનભેર જીવી શકે તેવું વાતાવરણ પૂરું પાડ્યું છે.

શહેરના  મેયર કીર્તિબાળા દાણીધારિયાએ જણાવ્યું કે, રાજય અને દેશને મજબૂત અને પ્રગતિશીલ કરવાં હશે તો સ્ત્રી શિક્ષણ અનિવાર્ય છે. ભારતના નવનિયુકત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ લોકતંત્ર અને મહિલા શક્તિનાં સશક્તિકરણનું જવલંત ઉદાહરણ છે. એક આદિવાસી સમાજની મહિલા આજે દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયાં છે. આનાથી વધુ મોટું મહિલા સશક્તિકરણનું ઉદાહરણ કયું જોઈએ તેમ જણાવીને તેમણે મહિલાઓને સક્રીયપણે વિવિધ ક્ષેત્રે ભાગીદાર બનવા આહવાન કર્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code