તહેવારોના ટ્રાફિકને પહોંચી વળવા ભાવનગર-બ્રાંદ્રા વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે,
ભાવનગરઃ તહેવારોમાં ટ્રાફિકના ઘસારાને પહોંચી વળવા માટે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાંદ્રા–ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 13મી ઓગસ્ટ, 2022 (શનિવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.25 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર–બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 14મી ઓગસ્ટ, 2022 (રવિવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 09207 બાંદ્રા–ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 13મી ઓગસ્ટ, 2022 (શનિવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 09.25 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર–બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 14મી ઓગસ્ટ, 2022 (રવિવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 06.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઊભી રહેશે.
રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ સ્પેશિયલ 01 સપ્ટેમ્બર, 2022 (ગુરુવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 6.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09207 બાંદ્રા–ભાવનગર સુપરફાસ્ટ સ્પેશિયલ 02 સપ્ટેમ્બર, 2022 (શુક્રવાર) ના રોજ બાંદ્રા ટર્મિનસથી 09.15 કલાકે ઉપડશે અને તે જ દિવસે 23.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. ઉપરોક્ત બંને ટ્રેનોમાં એસી 2 ટાયર, એસી 3 ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચનો સમાવેશ થાય છે. 13મી અને 14મી ઓગસ્ટ, 2022ના રોજ ચાલતી ટ્રેન નંબર 09207/09208નું બુકિંગ 8મી ઓગસ્ટ, 2022થી તથા 01મી અને 02મી સપ્ટેમ્બર, 2022ના રોજ ચાલતી ટ્રેન નં. 09208/09207નું બુકિંગ 09મી ઓગસ્ટ, 2022ના રોજ યાત્રી આરક્ષણ કેન્દ્ર અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે.