ભારતમાં ભલે અત્યારે લોકોને અમેરિકા અને કેનેડામાં સેટલ થવાનું વધારે પસંદ હોય, પણ આ ઉપરાંત કેટલાક દેશો આવે છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં કમાઈ પણ શકે છે અને રહેવા માટે પણ મસ્ત જગ્યા છે. ભારતમાં આજના સમયમાં લોકોને કેનેડા અને અમેરિકા સૌથી વધારે પસંદ છે પણ લોકોએ આ દેશ વિશે પણ વિચારવું જોઈએ.
જો સૌથી પહેલા વાત કરવામાં આવે એન્ટિકિથેરા શહેરની કે ગ્રીસમાં આવેલું છે તો ત્યાં ટેકિથેરાના સુંદર ગ્રીક ટાપુમાં લગભગ 20 રહેવાસીઓની વસ્તી છે, આ સ્થાને લોકોને ત્યાં સ્થાયી થવા માટે ચૂકવણી પણ કરે છે. જો તમને આ પ્રોગ્રામ માટે પસંદ કરવામાં આવે, તો તમને પ્રથમ ત્રણ વર્ષ માટે જમીન, એક મકાન અને અંદાજે $565 અથવા અંદાજે રૂ. 45,000નું માસિક સ્ટાઈપેન્ડ આપવામાં આવશે.
આ ઉપરાંત આયર્લેન્ડ પણ મસ્ત જગ્યા છે. જો તમે નવી જગ્યાએ જઈને બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આયર્લેન્ડ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. અરજી કરવા માટે તમારે આઇરિશ હોવું જરૂરી નથી, પરંતુ તમારે આયર્લેન્ડમાં તમારા વ્યવસાયની નોંધણી કરાવવી આવશ્યક છે. શરૂ કરતા પહેલા એકવાર પાત્રતા માપદંડ વાંચો.
અલ્બીનેન, સ્વિટ્ઝર્લૅન્ડ : સ્વિટ્ઝર્લેન્ડનું એક સુંદર શહેર અલ્બીનેન લોકોને અહીં સ્થાયી થવા માટે આમંત્રણ આપી રહ્યું છે એટલું જ નહીં આલ્બિનેન લોકોને તેમના શહેરની વસ્તી વધારવા માટે પૈસા પણ આપી રહ્યું છે. 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને 20,000 ફ્રેંક અથવા લગભગ 20,00,000 રૂપિયા પ્રતિ પુખ્ત અને 10,000 ફ્રેંક અથવા લગભગ 8,00,000 રૂપિયા પ્રતિ બાળક આપવામાં આવશે. શરત માત્ર એટલી છે કે તમારે ત્યાં 10 વર્ષ રહેવું પડશે. આપને જણાવી દઈએ કે પહેલા આ ગામની વસ્તી માત્ર 240 હતી, હવે અહીંની સરકાર વસ્તી વધારવા માટે આ નિર્ણય લઈ રહી છે. તમારા નવા સ્વિસ ઘરની કિંમત ઓછામાં ઓછી 200,000 ફ્રેંક અથવા લગભગ રૂ. 1.5 કરોડ હશે, જે તમારા કાયમી રહેઠાણને ગણવામાં આવશે.