1. Home
  2. ગુજરાતી
  3. આઝાદીના અમૃત મહોત્સવઃ જબલપુર જેલ સાથે જોડાયેલી છે નેતાજી સુભાષચંદ્ર બોઝની અનેક યાદો
આઝાદીના અમૃત મહોત્સવઃ જબલપુર જેલ સાથે જોડાયેલી છે નેતાજી સુભાષચંદ્ર બોઝની અનેક યાદો

આઝાદીના અમૃત મહોત્સવઃ જબલપુર જેલ સાથે જોડાયેલી છે નેતાજી સુભાષચંદ્ર બોઝની અનેક યાદો

0
Social Share

ભોપાલઃ સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ 15મી ઓગસ્ટના સ્વતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને 13મી ઓગસ્ટથી 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જબલપુરની સેન્ટ્રલ જેલ માત્ર ભયજનક કેદીઓ માટે રહેવાની જગ્યા નથી પણ સ્વતંત્રતા પ્રેમીઓ માટે તીર્થસ્થાન પણ છે. અહીંના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને પણ અંગ્રેજોએ જેલમાં કેદ કર્યા હતા.વર્ષ 1933 અને 1934 દરમિયાન નેતાજીને બે વખત જબલપુર જેલમાં રાખવામાં આવ્યા હતા.

જબલપુરની સેન્ટ્રલ જેલ સ્વતંત્રતા સેનાનીઓને કેદમાં રાખવા માટે અંગ્રેજોની પ્રિય જેલ હતી. બ્રિટિશ શાસન દરમિયાન જ્યારે નેતાજી સુભાષ ચંદ્ર બોઝને સજા થઈ ત્યારે તેમને અહીં લાવવામાં આવ્યા હતા. 22 ડિસેમ્બર 1931ના રોજ નેતાજીને આ જેલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ 16 જુલાઈ 1932ના રોજ તેમને મુંબઈ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એટલે કે નેતાજીને 209 દિવસ સુધી અહીં રાખવામાં આવ્યા હતા. આ પછી નેતાજીને અંગ્રેજો 18 ફેબ્રુઆરી 1933ના રોજ જબલપુર લઈ ગયા હતા. જેલમાં રાખવામાં આવ્યા અને પછી 22 ફેબ્રુઆરી 1933ના રોજ મદ્રાસ મોકલવામાં આવ્યા.

સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપનાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝને હવે જબલપુરના લોકો નજીકથી જાણે છે.જબલપુરની સેન્ટ્રલ જેલમાં નેતાજી પર આધારિત મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જ્યાં માત્ર નેતાજીને લગતી તે તમામ વસ્તુઓ સાચવવામાં આવી છે જેનો ઉપયોગ નેતાજીએ તેમના જેલવાસ દરમિયાન કર્યો હતો.

જેલ અધિક્ષક અખિલેશ તોમરના જણાવ્યા અનુસાર, 23 જાન્યુઆરી 2022ના રોજ એટલે કે નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિના અવસરે સેન્ટ્રલ જેલમાં મ્યુઝિયમને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમ બનાવા કેદીઓએ પેઈન્ટીંગથી લઈને ગાર્ડન બનાવવા સુધીનું કામ કર્યું છે.સુભાષ વોર્ડની અંદર જ્યાં નેતાજીને બંધ રાખવામાં આવ્યા હતા તેની પણ નવી સજાવટ સાથે નવો લુક આપવામાં આવ્યો હતો.

જબલપુર સેન્ટ્રલ જેલ અંગ્રેજો દ્વારા 1874માં બનાવવામાં આવી હતી. 1931 અને 1933 માં, અંગ્રેજો નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આ જેલમાં લાવ્યા અને તેમને કેદ કર્યા હતા, તેમને એકવાર 6 મહિના અને ફરીથી એક અઠવાડિયા માટે કેદ રાખવામાં આવ્યા હતા. 13 જૂન 2007ના રોજ આ જેલનું નામ સેન્ટ્રલ જેલ જબલપુરથી બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ કરવામાં આવ્યું હતું. આ જેલમાં નેતાજીની ચાદર સિવાય તેમને જે સાંકળથી બાંધવામાં આવ્યા હતા તે પણ હાજર છે.

આ ઉપરાંત જેલ સત્તાવાળાઓ પાસે હજુ પણ ઘંટી-હંટરની સાથે અન્ય ઘણી વસ્તુઓ ઉપલબ્ધ છે, જેને સામાન્ય લોકો પણ નિહાળી શકે છે.નેતાજી જે વોર્ડમાં બંધ હતા તે વોર્ડ એટલે કે સુભાષ વોર્ડને હવે મ્યુઝિયમનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

નેતાજી સુભાષ વોર્ડમાં ત્રીજા નંબર પર રહેતા હતા.જેલમાં આવતા પહેલા તેમનું વોરંટ, તેમનું એડમિશન એટલે કે તેઓ આવ્યા ત્યારે ભરવામાં આવેલુ ફોર્મ પણ આ મ્યુઝિયમમાં સાચવી રાખવામાં આવ્યાં છે. સામાન્ય રીતે નગરજનો સુભાષ વોર્ડને પહેલા ખાસ પ્રસંગોએ જ જોતા હતા,પરંતુ હવે સતત લોકો આ વોર્ડને મ્યુઝિયમ તરીકે જોઈ શકે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code